રાજ્યમાં 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી, બે દિવસ કાતિલ ઠંડીની પણ સંભાવના
Gujarat weather forecast : રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. એવામાં આજે મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં…
ADVERTISEMENT
Gujarat weather forecast : રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાય રહ્યો છે. એવામાં આજે મોટાભાગના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું થઇ શકે છે. સાથે જ 48 કલાક રાજ્યમાં ઠંડી પણ રહેશે. જોકે ત્રણ દિવસ બાદ તાપમાનનો પારો વધવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર પંથકમાં છૂટોછવાયા વરસાદની સંભાવના
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આજે કેટલીક જગ્યાઓએ સામાન્ય વરસાદ થઇ શકે છે. દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જોકે, વરસાદ ન થવાની વધારે સંભાવના છે. મનોરમા મોહન્તીએ આ અંગે જણાવતા કહ્યુ કે, ગુજરાતમાં 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી છે. બે દિવસ વાતાવરણ ઠંડુ રહેશે જે બાદ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.
રાજ્યના 10 શહેરમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું
રાજ્યના 10 શહેરમાં 15 ડિગ્રીની આસપાસ તાપમાનનો પારો જોવા મળ્યો છે. આજે 12 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર રહ્યું છે. સાથે જ ડીસામાં 13 ડિગ્રી, ગાંધીનગરમાં 14 ડિગ્રી નોંધાયું તાપમાન નોંધાયુ છે. જ્યારે ભુજ, રાજકોટ, કેશોદ, સુરેન્દ્રનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ સાથે વડોદરા અને આણંદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT