PBKS vs GT: શુભમન ગિલ સામે પંજાબ કિંગ્સના બોલર્સ થયા લાચાર, છેલ્લી ઓવરમાં ગુજરાત ટાઈટન્સની જીત

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોહાલી: મોહાલીમાં રમાતી પંજાબ કિંગ્સ સામેની મેચમાં ગુજરાત ટાઈટન્સે અંતિમ ઓવરમાં 6 વિકેટે જીત મેળવી છે. પ્રથમ બેટિંગ કરતા પંજાબની ટીમે 20 ઓવરમાં 153 રન બનાવ્યા હતા જેની સામે ગુજરાત ટાઈટન્સે 19.5 ઓવરમાં 4 વિકેટના નુકસાને 154 રન બનાવ્યા હતા. ગુજરાત માટે શુભમન ગિલે સૌથી વધુ 49 બોલમાં 67 રનની ઈનિંગ્સ રમી હતી. જોકે તે અંતિમ ઓવરમાં તેને સેમ કરને બોલ્ડ કર્યો હતો. અંતિમ ઓવરમાં 2 બોલમાં 4 રનની જરૂર હતી ત્યારે રાહુલ ટેવટીયાએ ચોગ્ગો મારીને ટીમને જીત અપાવી હતી. આ જીત સાથે જ ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં એક ક્રમ ઉપર આવીને ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ પ્રથમ અને લખનૌ સુપર જાયન્ટ્સ બીજા ક્રમે છે.

રિદ્ધિમાન સાહાએ અપાવી સારી શરૂઆત
જ્યારે ઓપનર રિદ્ધિમાન સાહાએ પણ 19 બોલમાં 5 ચોગ્ગા સાથે 30 રનની ઈનિંગ્સ રમી હતી. સાંઈ સુદર્શ 20 બોલમાં 19 રન બનાવીને આઉટ થયો હતો. ઈજા બાદ એક મેચમાં આરામ કર્યા બાદ ટીમમાં પરત ફરેલા કેપ્ટન હાર્દિક પંડ્યા 11 બોલમાં 8 રન બનાવ્યા હતા. જ્યારે ડેવિડ મિલરે 18 બોલમાં 17 અને રાહુલ ટેવટિયાએ 2 બોલમાં 2 રન બનાવી અણનમ રહ્યા હતા. પંજાબ માટે હરપ્રીત બ્રારે 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

ગુજરાત ટાઈટન્સે મેચમાં ટોસ જીતીને પંજાબની ટીમને પ્રથમ બેટિંગ કરવા માટે આમંત્રિત કરી હતી. પંજાબની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન શિખર ધવન 8 તો પ્રભસિમરનસિંહ 0 રને આઉટ થઈ ગયો હતો. બાદમાં મેથ્યુ શોર્ટ અને ભાનુકા રાજપક્ષેએ ઈનિંગ્સ સંભાળી હતી અને બંનેએ અનુક્રમે 36 અને 20 રન કર્યા હતા. જ્યારે જિતેશ શર્માએ 25, સેમ કરને 22 રન બનાવ્યા હતા. શાહરૂખ ખાને પણ 9 બોલમાં 22 રન બનાવ્યા હતા.

ADVERTISEMENT

તમામ બોલર્સ આજે સફળ રહ્યા હતા. ગુજરાત ટાઈટન્સ માટે ડેબ્યૂ કરનારા મોહિત શર્માએ 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. જ્યારે રાશિદ ખાને 4 ઓવરમાં 26 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. અલઝારી જોસેફ, જોસુઆ લિટર અને મોહમ્મદ શમીએ પણ 1-1-1 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT