GT vs MI: અમદાવાદમાં ગુજરાત ટાઈન્સની શાનદાર જીત, મુંબઈ ઈન્ડિયન્સને 55 રને હરાવ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPLની મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 55 રનના મોટા અંતરથી જીત મેળવી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવેલી ગુજરાતની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 152 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે ઓપનર શુભમન ગિલે સૌથી વધુ 34 બોલમાં 56 રન બનાવ્યા હતા.

નોંધનીય છે કે, 2017 બાદ મુંબઈ ઈન્ડિયન્સની આ રનના અંતરની સૌથી મોટા માર્જિનની હાર છે. ગુજરાતની આ જીતમાં અફઘાનિસ્તાની સ્પીનર નૂર અહેમદ અને રાશિદ ખાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. નૂરે મેચમાં 3 અને રાશિદ ખાને 2 વિકેટ ઝડપી હતી.

ADVERTISEMENT

પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત બીજા ક્રમે પહોંચ્યું
આ જીત સાથે જ હવે ગુજરાત ટાઈટન્સની ટીમ 7માંથી 5 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર બીજા નંબરે આવી ગઈ છે. તેણે સતત બીજી મેચ જીતી છે. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 7માંથી 3 મેચ જ જીતી છે અને હાલમાં તે પોઈન્ટ્સ ટેબલ પર 7મા ક્રમે છે. ગુજરાતની ટીમે પાછલી સીઝનમાં વિજેતાની ટ્રોફી જીતી હતી. જ્યારે આ ગુજરાત ટાઈટન્સની બીજી સીરીઝ છે.

મુંબઈની ટીમની બેટિંગ
મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત ખરાબ રહી હતી અને કેપ્ટન રોહિત શર્મા હાર્દિક પંડ્યાની ઓવરમાં કોટ એન્ડ બોલ થયો હતો. રોહિતે 8 બોલમાં 2 રન બનાવ્યા હતા. જ્યારે ઈશાન કિશને પણ 21 બોલમાં 13 રન બનાવ્યા હતા. કેમરોન ગ્રીને વિસ્ફોટક ઈનિંગ્સ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ 26 બોલમાં 33 રન બનાવી આઉટ થઈ ગયો હતો. જ્યારે તિલક વર્મા પણ રાશિદની ઓવરમાં Lbw થયો હતો. સુર્યકુમાર 12 બોલમાં 23 રન તો ટિમ ડેવિડ 0 રને આઉટ થયા. બાદમાં નેહલ વાઢેરાએ 21 બોલમાં 40 રનની વિસ્ફોટક ઈનિંગ રમી પરંતુ મોહિત શર્માએ તેને આઉટ કરાવ્યો હતો.

ADVERTISEMENT

શુભમન ગિલ, અભિનવ અને મિલરની શાનદાર બેટિંગ
મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ગુજરાતને 6 વિકેટે 207 રન બનાવ્યા હતા. ટીમ માટે શુભમન ગિલે તોફાની ઈનિંગ્સ રમતા 34 બોલમાં 56 રન બનાવ્યા. છેલ્લી ઓવર્સમાં અભિનવ મનોહરે પણ 21 બોલમાં 42 રન બનાવ્યા. જ્યારે ડેવિડ મિલરે 22 બોલમાં 46 રન બનાવીને આઉટ થયો હતો. મુંબઈ માટે પિયૂષ ચાવલાએ 2 વિકેટ લીધી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT