ગુજરાત તકનું રિયાલિટી ચેક: લુણાવાડા જનરલ હોસ્પિટલ ફિજીસિયન ડોક્ટર વગર રામ ભરોસે, મોકડ્રિલ પર ઉઠયા સવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર: ચીન સહિત દેશોમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. જેને લઈ દેશભરમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવાની શરૂઆયાત કરી દેવામાં આવી છે. આ દરમિયાન વર્તમાન કોરનાની પરિસ્થિતિને લઇને ગુજરાતમાં આવેલ હોસ્પિટલમાં કોવીડને લઈ મોકડ્રીલ યોજી કોરોનાને પહોંચી વળવા હોસ્પિટલ કેટલી સક્ષમ છે તે ચેક કરવામાં આવ્યું છે .પરંતુ જ્યારે ગુજરાત તકની  ટીમે મહીસાગર જનરલ હોસ્પિટલમા રિયાલિટી ચેક કરતા આરોગ્ય તંત્રની તૈયારી પોકળ સાબિત થઈ છે.  કોરોનાની સારવાર માટે સંજીવની સમાન અને દર્દી માટે ઈશ્વરનુ રૂપ ગણતાં ડોકટર એટલે કે ફિજીસિયન ડોક્ટરજ નથી.  ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ફિજીસિયન ડોક્ટર વગરની હોસ્પિટલમાં કોરોના દર્દીની કોણ કરશે સારવાર
મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે આવેલી હોસ્પિટલને જનરલ હોસ્પિટલનો દરજજો આપવામા આવ્યો છે. ત્યારે ગુજરાત તક  દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે લુણાવાડાની હોસ્પિટલજ બીમાર હાલતમાં જોવા મળી છે.  અહીંયા મહીસાગર જિલ્લામાં ખૂણે ખૂણેથી સારવાર અર્થે દર્દીઓ આવે છે.  ત્યારે માહિસાગર જિલ્લાની જનરલ હોસ્પિટલમાં કેટલીક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે.  અહી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મોકડ્રીલતો યોજાઈ જેમાં બેડ સહીત ઓસિજન પ્લાન્ટ, લેબની સુવિધાઓતો છે. પણ સંજીવની સમાન અને દર્દી માટે ઈશ્વરનુ રૂપ ગણતાં ડોકટર એટલેકે ફિજીસિયન ડોક્ટર નથી.
દર્દીઓ રામ ભરોસે
ડૉક્ટર ના હોવાના કારણે કોરોનાના દર્દીઓ સારવાર અર્થે હોસ્પિટલમા આવેતો રામ ભરોસે રહે છે.  ત્યારે જિલ્લો બને આઠ વર્ષથી પણ વઘુ નો સમય થઈ ગયો છે.  ત્યારે જીલ્લાની અઘતન ગણાતી નવી હોસ્પિટલનું કામ પણ ગોકળ ગતિએ ચાલી રહ્યુ છે. હાલ તો જીલ્લાની હોસ્પિટલોમાં કુલ 933 જેટલાં બેડ તો છે પણ જો જિલ્લામાં એક પણ કેસ કોવિડનો નોંધાયતો તેને યોગ્ય સારવાર આપી શકે તેવાં ફિજીસિયન ડોક્ટર નથી. જેના કારણે કોરોના સામે લડવા માટેની આ સમગ્ર તૈયારી તેમજ મોકડ્રિલ વ્યર્થ ગણી શકાય. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર ક્યારે ફિજીસિયન સહીત અન્ય ડોકટરની જગ્યા ભરશે તે એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે.  આ દરમિયાન જિલ્લા અધિક્ષકની જગ્યા પણ છેલ્લાં ત્રણ વર્ષથી ચાર્જ પર છે. ત્યારે જિલ્લા આરોગ્ય તંત્ર વહેલી તકે જરૂરિયાત મુજબના ડોકટર લેવાં મા આવે તેવી લોક માંગ પણ ઉભી થઈ છે.
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે આપ્યો જવાબ 
ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ કહ્યું કે, લુણાવાડા જનરલ હોસ્પિટલમાં મોક ડ્રિલ કરી હતી ઓક્સીજન પ્લાન્ટ સહીત તમામ સુવિધાઓ પૂર્ણ છે પરતું ફિઝીશયન ડોક્ટર નથી જેના માટે મારા લેટર પેડ પર મંત્રીને લખીને આપીશ કે ડોકટરની ખાલી જગ્યા છે તે માટે ડોક્ટર મુકવામાં આવે.
ઈન્ચાર્જ અધિક્ષકે આપ્યો આ જવાબ 
મહિસાગર જિલ્લા લુણાવાડા જનરલ હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષકે જણાવ્યું હતું કે ગાયનેકોલોજિસ્ટ, ઓર્થોપેડિક, જેવા ડોક્ટર છે અને લોકો સારો લાભ હોસ્પિટલનો લે છે પરંતુ ફિઝીશયન નથી અને જે કોરોના માટે જરૂરી ડોક્ટર છે અને તે માટે આરોગ્ય વિભાગમાં જાણ કરી છે
વરરાજા વગરની જાન જેવી સ્થિતિ 
ઉલ્લેખનીય છે કે ચીન અને અન્ય દેશોમાં વધતા જતા કોરોના કહેરને જોતાં ભારત સરકાર સતર્ક બન્યું છે. ગુજરાતમાં કેસ ન વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા અધિકારીઓને મહત્વના સૂચન કરાયા છે. સરકાર દ્વારા તૈયારીના આદેશ આપ્યા બાદ મહીસાગર જિલ્લા તંત્ર પણ સજ્જ થઇ ચુક્યું છે. મહીસાગર કલેકટર અને ડીડીઓના માર્ગદર્શન મુજબ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.સી.આર પટેલે લુણાવાડા જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ ઓક્સીઝન પ્લાન્ટ (PSA PLANT)નુ મોકડ્રીલ તથા કોવિડ 19 સંબધીત જરૂરીયાત વાળી તમામ દવાઓ,ટેસ્ટ કીટ,ઓક્સીઝન કોન્સનટ્રેટર તથા સાધન સામગ્રીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા પણ કરી છે,  તેમજ આરોગ્ય સાથે સંકળાયેલ તમામ પ્રોગ્રામ ઑફીસર તથા આરોગ્ય સંસ્થાઓના અધિક્ષક, મેડીકલ ઑફીસર, તાલુકા આરોગ્ય અધિકારીઓ સાથે  કોવિડ 19  અંગે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટમેન્ટ તથા કોવિડ વેક્સીનેશન અને કોવિડ એપ્રોપ્રીયેટ બીહેવીયર અંગે બેઠક યોજી પણ કરી છે. ત્યારે જનરલ હોસ્પિટલમાં ફિજીસિયન ડોક્ટરજ ના હોય ત્યારે આ બધીજ કામગીરી વરરાજા વગરની જાન જેવી નિર્થક સાબિત થઈ શકે છે. ત્યારે વહેલી તકે જનરલ હોસ્પિટલમાં ફિજીસિયન ડોક્ટરની જ્ગ્યા સરકાર દ્વારા ભરવામાં આવે તે જરૂરી છે.  હવે જોવું રહ્યું કે આરોગ્ય વિભાગ કોરોનાનું સંક્રમણ વધે તે પહેલાં ફિજીસિયન ડોક્ટરની નિમણૂક કરે છે કે પછી કોરોનાનું સંક્રમણ વધે તેની રાહ જોવે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT