મહીસાગરઃ સગીરાને ભગાડવા મામલે કોર્ટે વધુ એક વખત આરોપીને 20 વર્ષની કેદ ફટકારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વીરેન જોશી.મહીસાગરઃ 15 વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જવાના ગુન્હામાં આરોપીને ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષની સખત કેદ અને દંડની સજા કરવામાં આવી છે. મહીસાગર લુણાવાડાના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો, કેસ ચાલી જતા ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ ગુનામાં તકસીરવાન ઠરાવીને આરોપી અનીલ ઉર્ફે કાળુ મોહનભાઈ નાયકને ૨૦ વર્ષની સખત કેદ અને દંડના હુકમનો આદેશ કર્યો છે. વધુમાં કોર્ટ દ્વારા કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને ભોગબનનારને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે. જિલ્લામાં સેશન્સ કોર્ટે પોકસો એકટ હેઠળના ગુનામાં એક સપ્તાહમાં બીજા કેસમાં આરોપીને વીસ વર્ષની સખત કેદની સજા ફટકારી આવા ગુના અટકે તે માટે દાખલારૂપ ચુકાદો આપ્યો છે.

મહીસાગરઃ સગીરાને ભગાડવા મામલે કોર્ટે વધુ એક વખત આરોપીને 20 વર્ષની કેદ ફટકારી

ભોગ બનનારને 3 લાખનું વળતર ચુકવવા આદેશ
આ કેસની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના મેડાના મુવાડા ગામના આરોપી અનીલ ઉર્ફે કાળુ મોહનભાઈ નાયક નાઓએ સને ૨૦૧૯માં ખાનપુર તાલુકાની ૧૫ વર્ષ ની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યોન શોષણ કર્યાનો આરોપી વિરુધ્ધ બાકોર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો.કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરુધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આવા ગુનાઓ અટકાવવા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે ઈ.પી.કો.કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી અનીલ ઉર્ફે કાળુ મોહનભાઈ નાયકનાઓને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT