તુર્કી-સિરિયામાં ભૂકંપ પછી પુરઃ લોકો માટે પડ્યા પર પાટું જેવી સ્થિતિ, જુઓ દૃશ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ તુર્કી અને સિરિયામાં હજારોની સંખ્યામાં લોકો ભૂકંપને કારણે મૃત્યુ પામ્યા, હજારો ઈમારતો ઢેર થઈ ગઈ અને હજુ એવી હજારો જીંદગીઓ છે જે કદાચ જમીન નીચે મદદની રાહ જોઈ રહી છે અથવા જાતે પ્રયત્નો કરી રહી છે. લોકો હજુ તો આ પીડામાંથી બહાર નથી આવ્યા ત્યાં બંને દેશોમાં પુરની સ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે રેસ્ક્યૂની કામગીરીમાં મોટી સમસ્યાઓ સર્જાઈ રહી છે.

વિજય રુપાણીના ઘરે ઉહાપોહ મચાવવાના મામલે ઈન્દ્રનીલ રાજ્યગુરુ સહિત 7 નિર્દોષ જાહેર

વરસાદ અને ઉપરથી ડેમ પર ભૂકંપની અસર
સિરિયાની વાત કરીએ તો મીડિયા અહેવાલો પ્રમાણે તુર્કી અને સિરિયાના બોર્ડર એક સાથે અડેલા છે. પુરને પગલે બંને દેશોને નુકસાન થઈ રહ્યું છે. ઘણા લોકો અહીંથી તો પલાયન કરી ચુક્યા છે. અહીંના વિસ્તારોમાં ઘણી ઈમારતો નષ્ટ થઈ ગઈ છે. આ વિસ્તાર ઓરોંટેસ નદીને અડીને આવેલા છે. અલ-તલૌલના નિવાસી અબ્દેલરહમેન અલ-જસીમે કહ્યું કે, ગત સપ્તાહે જ ભારે વરસાદ પડ્યો હતો. જેમાં પણ ભૂકંપને લઈને ચાલી રહેલા બચાવકાર્યમાં બાધા પડી હતી. આ સાથે જ નદીનું જળ સ્તર વધી ગયું છે અને પાછું ભૂકંપના કારણે ડેમ પણ તૂટ્યા છે. જેના કારણે પુર આવી ગયું છે. ખેતરો, ઘરો અને વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. હવે મહિલાઓ, બાળકો ઘરોથી બહાર કોઈ ટાપુ જેવી જગ્યા પર રહેવા માટે મજબુર બન્યા છે. તેઓ આમ કહેતા દ્રવી ઉઠ્યા અને કહ્યું કે, કોઈને મદદ માટે કહો બધું જ તબાહ થઈ ગયું છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ગૌતમ અદાણી હિંડનબર્ગ સામે લડી લેવાના મૂડમાં, અમેરિકન લૉ ફર્મ કરી હાયર

સિરિયામાં પુરગ્રસ્ત વિસ્તારોના વીડિયો સામે આવ્યા છે જેમાં દેખાય છે કે પુરના કારણે ઘમા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ઘરોમાં પાણી જતા રહ્યા છે. વાહનો પાણીમાં ડૂબી ગયા છે. મોટા ભાગના રસ્તાઓ પાણીમાં ડુબી ગયા છે અને જાણે શહેરમાં દૂર દૂર સુધી એક સન્નાટો ફેલાયો હોય તેવું લાગે છે. અહીં લોકો કહે છે કે આસપાસ કોઈ રાહત નજર નથી પડી રહી. સ્થિતિ એવી છે કે પોતાની જાતને ભગવાનના ભરોસે છોડી દીધી છે. કારણ કે રેસ્ક્યૂ ટીમો ભૂકંપગ્રસ્ત લોકોને બચાવવામાં લાગી છે. તેવામાં અમને કોઈ આશાઓ દેખાઈ રહી નથી કે અમને કોઈ બચાવવા આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT