‘માથુ બહુ દુખ્યા કરે છે, ગુડ બાય’- રાજકોટની વિદ્યાર્થિનીએ પિતા-ભાઈને ચીઠ્ઠી લખી કર્યો આપઘાત

ADVERTISEMENT

gujarattak
social share
google news

નીલેશ શિશાંગિયા.રાજકોટઃ રાજકોટમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી એક છાત્રાએ આપઘાત કર્યાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં છાત્રાએ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ સાથે તેણીએ ચિઠ્ઠીમાં ગુડબાય અને સોરી લખ્યાનું પણ જાણવા મળ્યું છે. આ ઉપરાંત દીકરીએ પોતાના પિતા અને ભાઈને સંબોધીને લખેલી આ ચીઠ્ઠીમાં પોતાને માથું બહુ જ દુખતું હોવાનું અને આપઘાત કરી રહી હોવાની વાત લખી હતી. ઉલ્લેખનીય છે કે બાળકોના આવા પગલાને કારણે માતા-પિતા અને પરિવાર કેટલો દુખી થતો હોય છે. સંતાનને પેટે પાટા બાંધી જ્યારે મોટા કર્યા હોય ત્યારે અચાનક તેઓ ગુડ બાય કહી દે ત્યારે તેમની શું હાલત થતી હોય છે તે અંગે બાળકો ઘડી ભર વિચાર કરતા હોતા નથી. ઘણી બાબતોમાં પારિવારિક ચર્ચાઓથી સમાધાન મળી જતું હોય છે છતાં આવા રસ્તા બાળકો અપનાવતા હોય છે જેના ગંભીર પરિણામો આવે છે.

સુરતઃ 7 વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મમાં આરોપી દોષી જાહેર, આજે સજા સંભળાવે તેવી શક્યતા

વિદ્યાર્થિનીની ચિંતાઓ અને ગુડ બાય
બોર્ડની પરીક્ષા જેમ જેમ નજીક આવે છે તેમ તેમ છાત્રોમાં પરીક્ષાને લઈને ડર ઉત્પન થતો જોવા મળે છે ત્યારે આજે રાજકોટ શહેરમાં એક 12મા ધોરણમાં સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. તેટલુ જ નહીં તે છાત્રાએ આપઘાત કરતા પહેલા એક ચિઠ્ઠી પણ લખી છે જેમાં તેમણે લખ્યું છે કે, ‘ગુડબાય એન્ડ સોરી’. મળતી માહિતી પ્રમાણે આપઘાત કરનાર યુવતિ જેતપુર તાલુકાના કેરાડીની હતી. તેમજ તે અભ્યાસ માટે રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી એક ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. દેવાંશી સરવૈયા નામની આ વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં જ ફાંસો ખાઈ લીધો હતો. જેના કારણે હોસ્ટેલમાં રહેતી અન્ય વિદ્યાર્થિનીઓ પણ ડઘાઈ ગઈ હતી. હાલ તો ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોચી તપાસ હાથ ઘરી છે.

ADVERTISEMENT

અંતિમ ચીઠ્ઠીમાં શું લખ્યું
વિદ્યાર્થિનીએ પોતાની અંતિમ ચીઠ્ઠીમાં લખ્યું છે કે, Good Bye and Sorry, મને કોઈ વાંધો જ નથી પણ મને નથી ગમતું. માથું બહુ જ દુખ્યા કરે છે. પપ્પા તમે કાંઈ ટેન્સન ન લેતા, Sorry પપ્પા મને માફ કરી દેજો. ભાઈ અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે. Bye. I Love you mom and dad and Bhai.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT