અદાણી મામલે રાહુલ ગાંધીના નરેન્દ્ર મોદીને આકરા સવાલોઃ ‘પહેલા મોદીજી અદાણીનું પ્લેન વાપરતા, હવે અદાણી મોદીજીનું’

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ સંસદના બજેટ સત્રના છઠ્ઠા દિવસે લોકસભામાં આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને મોંઘવારી, બેરોજગારી, અગ્નિવીર યોજના, ગરીબી અને અદાણીના મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું. આ ઉપરાંત તેમણે અદાણી સમૂહ પરના હિડનબર્ગના રિપોર્ટ અને એલઆઈસી સહિતના સરકારી ઈન્વેસ્ટમેન્ટ્સને લઈને ભાજપ સરકાર પર આકરા શબ્દબાણ ચલાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમને ભારત જોડો યાત્રા દરમિયાન સેનાના અધિકારીઓ અને પૂર્વ સૈનિકોએ કહ્યું હતું કે અગ્નિવીર યોજના સૈન્ય યોજના નથી. તે સેના પર લાદવામાં આવ્યો છે. અજીત ડોભાલે થોપી દીધી છે. આ આરએસએસનો આઈડિયા છે. આટલું જ નહીં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન અદાણીને લાભ આપવામાં આવે છે.

‘4 વર્ષ પછી સેનામાંથી કાઢી મુકાશે’
રાહુલ ગાંધીએ કહ્યું કે યાત્રા દરમિયાન તેમને જનતા સાથે વાત કરવાનો અને તેમની સમસ્યાઓ સાંભળવાનો મોકો મળ્યો. તેમણે કહ્યું કે હવે તમે અગ્નિવીર યોજનાના વખાણ કર્યા છે, પરંતુ સેનાની ભરતી માટે સવારે ચાર વાગ્યે રસ્તા પર દોડી રહેલા બેરોજગાર યુવાનો આ વાત સાથે સહમત નથી. આ લોકો કહે છે કે અમને ચાર વર્ષ પછી સેનામાંથી કાઢી મુકવામાં આવશે.

‘સુધરી જાઓ, નહીંતર ઘરમાં ઘુસીને મારીશ, હું પાગલ છું’, કંગનાએ રણબીર-આલિયાને આપી ધમકી?

રાહુલ ગાંધીએ કહ્યું, “સેનાના નિવૃત્ત અધિકારીઓ કહી રહ્યા છે કે અગ્નિવીર યોજના સેનાની નથી. આ યોજના આરએસએસ તરફથી આવી છે. ગૃહ મંત્રાલય તરફથી આવી છે. તે સેના પર લાદવામાં આવી છે. અજીત ડોભાલે લાદી છે. સમાજમાં ઘણી બેરોજગારી છે, અગ્નિવીર પછી સમાજમાં હિંસા વધશે. અજીત ડોભાલનું નામ લેવા પર શાસક પક્ષ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે તમે તેમનું નામ ન લઈ શકો. રાહુલ ગાંધી અને કોંગ્રેસના સભ્યોએ કહ્યું કે તેઓ તે નામ કેમ લઈ શકતા નથી? તે સદનમાં નથી. રાહુલ ગાંધીએ કહ્યું, મોંઘવારી અને બેરોજગારીનો કોઈ ઉલ્લેખ નથી. અગ્નિવીર યોજનાની પણ એક લીટીમાં ચર્ચા કરવામાં આવી છે.

ADVERTISEMENT

અદાણીના મુદ્દે પણ સરકારને ઘેરી
રાહુલ ગાંધીએ કહ્યું કે, મેં પ્રવાસ કર્યો. આ સમય દરમિયાન તમિલનાડુ, કેરળથી લઈને હિમાચલ સુધી દરેક રાજ્યમાં આ જ નામ સાંભળવા મળ્યું. અદાણી, અદાણી, અદાણી.” રાહુલ ગાંધીએ કહ્યું કે યુવાનો પૂછી રહ્યા છે કે શું આપણે પણ અદાણી જેવું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગીએ છીએ. તે જે ધંધામાં હાથ નાખે છે તેમાં તે સફળ થાય છે. તેમણે કહ્યું કે પહેલા અદાણી વિશ્વના અમીરોમાં 609મા નંબર પર હતા, એવો કયો જાદુ થયો કે નવ વર્ષમાં તે બીજા નંબર પર પહોંચી ગયા. આ દરમિયાન કોંગ્રેસના સાંસદોએ મોદી હૈ તો મુમકીન હૈના નારા પણ લગાવ્યા હતા.

અમદાવાદમાં લગ્નમાં જમવા બાબતે બોલાચાલી થતા દુલ્હાને દોડાવી-દોડાવીને તલવાર-છરાથી રહેંસી નાખ્યો

રાહુલ ગાંધીએ કહ્યું કે મારે પીએમ મોદીને બે-ત્રણ સવાલ છે. પહેલા પીએમ મોદી અદાણીના એરોપ્લેનમાં જતા હતા, હવે અદાણી પીએમ મોદીના જહાજમાં જાય છે.

ADVERTISEMENT

– ‘પીએમ મોદીના વિદેશ પ્રવાસ દરમિયાન અદાણી અને તમે કેટલી વાર સાથે ગયા હતા?’
– ‘તમારીકેટલી મુલાકાતો દરમિયાન અદાણી આવ્યા?’
– ‘તમારા કેટલા પ્રવાસ પછી અદાણી બાદમાં એ દેશની ટૂર પર ગયા?’
– ‘તમારા કેટલા દેશોની મુલાકાત પછી અદાણીને કોન્ટ્રાક્ટ મળ્યા?’

ADVERTISEMENT

રાહુલે કહ્યું- અદાણી આટલી જલ્દી નંબર 2 પર કેવી રીતે આવી ગયા?
રાહુલ ગાંધીએ કહ્યું કે આજે રસ્તા પર ચાલો અને પૂછો કે કોણે બનાવી છે, તો અદાણીનું નામ સામે આવશે. હિમાચલનું સફરજન અદાણીનું છે. દેશ જાણવા માંગે છે કે અદાણીના વડાપ્રધાન સાથે કેવા સંબંધો છે. તેમણે પીએમ મોદીની જૂની તસવીર કાઢી, શાસક સાંસદોએ તેને લઈને હોબાળો મચાવ્યો. સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને અટકાવ્યા અને પોસ્ટરબાજી ન કરવા કહ્યું. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે અદાણી 2014માં 609મા નંબરથી આટલા ઓછા સમયમાં બીજા નંબર પર પહોંચી ગયા છે. અસલી જાદુ ત્યારે શરૂ થયો જ્યારે મોદીજી દિલ્હી આવ્યા.

BREAKING: કોંગ્રેસ MLA વિમલ ચુડાસમાને 12 વર્ષ જૂના હુમલાના કેસમાં 6 મહિનાની જેલની સજા

રાહુલ ગાંધીએ કહ્યું કે યુવાનો અમને પૂછે છે કે અદાણી માત્ર 8-10 સેક્ટરમાં છે. આવી સ્થિતિમાં તેમની સંપત્તિ 2014માં 8 અબજ ડોલરથી 2022માં 140 અબજ ડોલર સુધી કેવી રીતે પહોંચી. રાહુલ ગાંધીએ કહ્યું કે એવો નિયમ હતો કે જેમની પાસે એરપોર્ટનો પૂર્વ અનુભવ નથી તેમને એરપોર્ટના વિકાસમાં સામેલ કરવામાં આવતા નથી. ભારત સરકારે આ નિયમ બદલ્યો છે.

આ છે અદાણીજીની વિદેશ નીતિ – રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું, પીએમ ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અદાણીને લોન આપે છે. હું એક ઉદાહરણ આપું છું, મોદીજી આખી દુનિયામાં જાય છે, શું થાય છે. તેઓ બાંગ્લાદેશ જાય છે, ત્યાં બાંગ્લાદેશને વીજળી વેચવાનું નક્કી થાય છે, થોડા દિવસો પછી બાંગ્લાદેશ અદાણી સાથે 25 વર્ષનો કરાર કરે છે. આ પછી શ્રીલંકામાં પીએમ મોદી અદાણી પર દબાણ કરીને પ્રોજેક્ટ અપાવે છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આ અદાણીની વિદેશ નીતિ છે.

મહારાષ્ટ્ર કોંગ્રેસમાં ભડકો: વિધાનસભ્ય દળના નેતા બાલાસાહેબ થોરાટ પ્રદેશ અધ્યક્ષથી નારાજ, રાજીનામું ધરી દીધું

એલઆઈસી અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ અને ભારત સરકાર કેવી રીતે અદાણીજીને મદદ કરે છે. ભારતની જાહેર ક્ષેત્રની બેંકો અદાણીજીને હજારો કરોડ રૂપિયા આપી રહી છે. SBI, PNB જેવી બેંકો સામેલ છે. આ બેંકોના પૈસા, એલઆઈસીના પૈસા અદાણી પાસે જઈ રહ્યા છે. તેમની સામે કોઈ ઊભું થાય કે તરત જ ED, CBIની તપાસ એજન્સીઓ બચાવમાં આવે છે. થોડા દિવસો પહેલા હિંડનબર્ગ રિપોર્ટ આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે અદાણીજીની શેલ કંપનીઓ દેશની બહાર છે. આ શેલ કંપનીઓ હજારો કરોડ રૂપિયા મોકલી રહી છે, આ પૈસા કોના છે?

    follow whatsapp

    ADVERTISEMENT