પાટણઃ સોલાર પ્લાન્ટમાં લાગી આગ, કિલોમીટર સુધી દેખાયા ધૂમાડાના ગોટેગોટા- Video
પાટણઃ પાટણના ચારણકા સોલાર પ્લાન્ટમાં આજે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપમાં આવી ગઈ હતી કે કિલોમીટર સુધી…
ADVERTISEMENT
પાટણઃ પાટણના ચારણકા સોલાર પ્લાન્ટમાં આજે સોમવારે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. જોત જોતામાં આગ એટલી વિકરાળ સ્વરૂપમાં આવી ગઈ હતી કે કિલોમીટર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આ તરફ ચારણકા સોલાર પ્લાન્ટમાં ફાયર ફાઈટરનો અભાવ હોઈ આગને ખુલ્લુ મેદાન મળી ગયું હોય તેમ પ્લાન્ટને ઘણું નુકસાન પહોંચાડ્યું હતું.
પરિણીતાના મૃત્યુ બાદ પિયરિયાને જાણ વિના કરાઈ દફનવિધિ, હત્યા કરાયાનો પરિજનોનો આરોપ
બહારથી બોલાવાય છે ફાયર ફાઈટર
પાટણના ચારણકા સોલાર પ્લાન્ટમાં જ્યારે પણ આગની ઘટના બને ત્યારે બહારથી જ ફાયર ફાઈટરને બોલાવવું પડે છે. તેની પાછળનું કારણ એ છે કે અહીં સોલાર પ્લાન્ટમાં ફાયર પાઈટરનો અભાવ છે. ઉલ્લેખનીય છે કે સોમવારે પણ ફાયર ફાઈટરની આ ઉણપને અનુભવાઈ હતી. કારણ કે સોમવારે અચાનક સોલાર પ્લાન્ટમાં આવેલા ભેલ કંપનીમાં આગ લાગી ગઈ હતી. ભેલ કંપનીના બ્લોક નંબર 2માં આવેલા 15 મેગા વોલ્ટના પ્લાન્ટમાં આગ લાગી ગઈ હતી. આગની ઘટના શોર્ટ સર્કિટને કારણે બની હોવાનું હાલ પ્રારંભીક ધોરણે માનવામાં આવી રહ્યું છે. સચોટ કારણ આગામી તપાસ દરમિયાન સામે આવશે.
પાટણ: ચારણકા સોલાર પ્લાન્ટમાં આવેલ ભેલ કંપનીમાં આગ લાગી, આગની ઘટનાને લઈ ફાયર ફાઇટરને કરાઈ જાણ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન#Patan #Fire #GTVideo pic.twitter.com/ChUnFMJjwE
— Gujarat Tak (@GujaratTak) February 13, 2023
ADVERTISEMENT
(ઈનપુટઃ વિપિન પ્રજાપતિ, પાટણ)
ADVERTISEMENT