પેપર લીકઃ અમદાવાદ પોલીસે જુનિયર ક્લાર્કના ઉમેદવારોને ભોજન આપ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં પેપર ફૂટવાનો સિલસિલો સરકારથી અટકી રહ્યો નથી. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી નોકરી માટેની આજે રવિવારે પરીક્ષા યોજાવાની હતી. જે હવે યોજાશે નહીં કારણ કે આ પરીક્ષાનું પેપર લીક થઈ ગયું છે. મોડી રાત્રે પોલીસે એક શખ્સને ઝડપ્યા પછી આ પેપર ફૂટ્યાનો ખુલાસો સામે આવ્યો હતો. આ મામલે રાજ્યમાં ઠેરઠેર પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ, ટાયર સળગાવવા, સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. દરમિયાનમાં ગુજરાત એટીએસ દ્વારા વડોદરાથી 15 શખ્સોને એક્ઝામના પેપર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તો બીજી તરફ જ્યાં સરકાર પરીક્ષા લેવામાં નાપાસ થઈ છે ત્યાં અમદાવાદ પોલીસ, તુલસી વલ્લભ ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારોને નાસ્તો આપી તેમના દુઃખમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પોલીસનો માનવીય અભિગમ
ગુજરાતમાં જ્યાં પેપરલીક મામલાને લઈને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ ભુખ્યા પેટ રઝળપાટ કરી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ, તુલસી વલ્લભ ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા માનવીય અભિગમ દાખવવામાં આવ્યો હતો. જ્યાં ઠેરઠેર માંડ પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચેલા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે તેને ધ્યાને લઈને અમદાવાદમાં આ પરીક્ષાને લઈને નારાજગી અનુભવી રહેલા વિદ્યાર્થીઓના જઠરાગ્ની ઠારવાનું કામ કરવામાં આવ્યું હતું. પૌહા અને ચા આપીને વિદ્યાર્થીઓને હાલાકીના સમયમાં થોડી રાહત મળી રહે તે માટે પગલું ભરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

ગુજરાત ATSની સતત વોચ
ગુજરાતમાં વધુ એક પેપર લીક થયાની ઘટના બની છે. પંચાયત જુનિયર ક્લાર્કની સરકારી ભરતી માટેનું એક્ઝામ પેપર લીક થઈ જતા પરીક્ષા મોકુફ થઈ છે અને વિદ્યાર્થીઓમાં વધુ એક પેપરકાંડને લઈને રોષ ભભુક્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત એટીએસ દ્વારા આ મામલા પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ મામલે ગુજરાત એટીએસના એસપી સુનિલ જોશી કહે છે કે, ગુજરાત એટીએસ દ્વારા આ મામલામાં સંડોવાયેલાઓ પર સતત વોચ રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના વડોદરામાંથી 15 આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે કે જેમની પાસે આ પરીક્ષાનું પેપર હતું. સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. આગળની તપાસ ચાલી રહી છે.

ADVERTISEMENT

ઠેરઠેર વિરોધ પ્રદર્શનો
પેપર લીક થતા આ વખતે વિદ્યાર્થીઓને છેલ્લી ઘડીએ ધક્કો પડ્યો અને તેમનામાં નારાજગી ભભૂકી ઊઠી હતી. મહિસાગરમાં જિલ્લાના મુખ્ય મથકે પરીક્ષાર્થીઓ દ્વારા ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો. હાઈવે જામ કરી દેવાતા ટ્રાફીકની સમસ્યા ઊભી થઈ હતી. જેની જાણ થતા લુણાવાડા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને સમજાવટ કરી ટ્રાફીક પુર્વવત કરાવ્યો હતો. આવી જ સ્થિતિ ગોધરામાં પણ હતી. જ્યાં ગોધરા બસ સ્ટેન્ડ પર વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કરી ટ્રાફીક જામ કરી દીધો હતો. પોલીસ ખડકીને વિદ્યાર્થીઓને શાંત કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT