પાલનપુરના આર્યન મોદી ઓનર કિલિંગમાં પોલીસે શકમંદોને ઝડપ્યા
ધનેશ પરમાર. બનાસકાંઠા: પાલનપુર વિધાર્થી આર્યન મર્ડર કેસમાં પરિવારજનોની ધરણાં બાદ પ્રથમ માંગ હતી કે જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી, તેઓ લાશ નહીં…
ADVERTISEMENT
ધનેશ પરમાર. બનાસકાંઠા: પાલનપુર વિધાર્થી આર્યન મર્ડર કેસમાં પરિવારજનોની ધરણાં બાદ પ્રથમ માંગ હતી કે જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાય ત્યાં સુધી, તેઓ લાશ નહીં સ્વીકારે . જોકે તે બાદ સ્થાનિક પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકર અને એસપી અક્ષયરાજ મકવાણાએ બાહેધરી આપી હતી કે હત્યારાઓ પકડવા અનેક ટીમ કામે લાગશે. ત્યારે એસપી અક્ષયરાજ મકવાણાએ પરિવાર જનોના દુઃખમાં સંવેદના બતાવી સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી હત્યારાઓ નહીં ઝડપાઇ જાય ત્યાં સુધી હું આ કામની મારી તપાસ ટીમના પોલીસ સભ્યો પોતાના ઘેર જશે નહીં. આ વચન બાદ પરિવારજનોએ લાશનો સ્વીકાર કર્યો હતો. હાલમાં મળતી માહિતી પ્રમાણે કેટલાક શકમંદો પોલીસના હાથે આવ્યા છે. પોલીસે પુછપરછ બાદ નક્કર પગલા લેશે. હાલ તપાસનો ધમધમાટ સતત ચાલી રહ્યો છે.
અદાણી ગ્રુપ પર વધુ એક મોટો આરોપ, રશિયાની બેંકમાંથી લોન માટે કર્યું આ કામ
પોલીસે ગુનામાં કેટલાક શકમંદોને ઝડપ્યા
ઓનર કિલિંગના આ મામલામાં મોડી રાત્રી સુધી પોલીસની અનેકો જગ્યાએ છાપેમારી ચાલુ છે. અનેક શકમંદોની પૂછપરછ ચાલુ છે. કેટલાક શકમંદોને પોલીસે ડિટેઈન કર્યા છે. જે ગુનામાં સહ આરોપીઓ અથવા મદદગાર હોઇ શકે તેવી પોલીસને શંકા છે. ઉલ્લેખનીય છે કે આર્યન મોદી નામના એક યુવકને કેટલાક શખ્સોએ અપહરણ કરીને ઢોર માર મારી ઝેર પીવડાવી દેવામાં આવ્યું હતું. જે પછી યુવકને રોડ પર જ ફેંકી દેવામાં આવ્યો હતો. જોકે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં ટુંકી સારવાર લીધા પછી તે મૃત્યુ પામ્યો હતો. મામલો આખરે હત્યામાં પરિણમ્યો હતો. આ મામલામાં યુવકે મૃત્યુ પહેલા પોતાની આપવિતી પોલીસને વર્ણવી હતી.
ADVERTISEMENT
ઘટનાના સીસીટીવી જોતા…
પ્રથમ દ્રષ્ટિએ આ ક્રાઇમ પ્રેમ પ્રકરણથી ઉદ્ભવ્યું હતું અને મૃતક આર્યન સાથે પ્રેમ સબંધ રાખનાર યુવતીના પરિવારજનો અથવા ટેકેદારો આ ક્રાઇમનાં અપરાધી હોવાનું પોલીસ માની રહી છે. આર્યન મોદીનું જે જગ્યાએથી અપહરણ થયું તે વિસ્તારના ક્રાઇમ સમયના સીસીટીવી સામે આવતા, ત્યાંથી જતા વાહનો અને અપહરણ ગુનામાં વપરાયેલા વાહનને આધારે પોલીસ અપરાધીઓને ગમે તે સમયે દબોચી શકે છે. જે બાદ આ ઓનર કિલિંગનો ઉદેશ અને ગુનો આચરનાર અપરાધીઓ બહાર આવશે. ત્યારે પ્રેમી એવા વિદ્યાર્થીનું પ્રથમ અપહરણ અને બાદમાં થયેલી હત્યાનો આ મામલો જ્યાં સુધી આરોપીઓ પોલીસ કસ્ટડીમાં નહીં આવે ત્યાં સુધી સળગતો રહી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT