‘જુઓ… મારી મમ્મી સળગી રહી છે’, બુલ્ડોઝર એક્શન વખતે માં-દીકરીનું બળીને મોત

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તર પ્રદેશઃ માતા અને બહેન તેમની નજર સામે બળીને મૃત્યુ પામ્યા, પરંતુ લાચાર શિવમ તેમને બચાવી શક્યા નહીં. તે ચીસો પાડતો રહ્યો, લોકોને મદદ કરવા વિનંતી કરતો રહ્યો. પણ કોઈ ફાયદો થયો નહીં. શિવમના પિતા કૃષ્ણ ગોપાલ પણ પોતાની પત્ની અને પુત્રીને બચાવતા સમયે ખરાબ રીતે દાઝી ગયા હતા. શિવમના શરીરના ઘણા ભાગો પણ દાઝી ગયા હતા. પરંતુ બંને મહિલાઓનું સળગી જવાથી દર્દનાક મોત નિપજ્યું હતું.

अमेरिका

આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેને ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ઘરની ઘણી બધી વસ્તુઓ જમીન પર ફેલાયેલી જોવા મળી રહી છે. સળગતી આગની જ્વાળાઓ સામે દેખાય છે. જોરથી બે લોકોના રડવાનો અવાજ આવે છે. આ બંને કૃષ્ણ ગોપાલ અને તેનો પુત્ર શિવમ હોવાનો અંદાજ છે. વીડિયોમાં ‘શિવમ’ કહી રહ્યો છે કે જુઓ… ભાઈ જુઓ, મારી મા સળગી રહી છે. તે બધા કાર છોડીને ચાલ્યા ગયા છે.

ADVERTISEMENT

વેરાવળના ડો. અતુલ ચગ કેસમાં સાંસદ પરીમલ નથવાણીએ હર્ષ સંઘવીને કહ્યું…

…અને ઝુંપડામાં લાગ ગઈ આગ
આ મામલો ઉત્તર પ્રદેશના કાનપુર ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં રૂરા પોલીસ સ્ટેશન વિસ્તારના મદૌલી ગામમાં રહેતા કૃષ્ણ ગોપાલ દીક્ષિત પર ગામની સોસાયટીની જમીન પર અતિક્રમણ કરવાનો આરોપ છે. જાન્યુઆરીમાં મહેસૂલ વિભાગની ટીમે કૃષ્ણ ગોપાલ વિરુદ્ધ જમીનના અતિક્રમણનો કેસ નોંધ્યો હતો. આ સંદર્ભે, એસડીએમ મઠ જ્ઞાનેશ્વર પ્રસાદના નેતૃત્વમાં, મહેસૂલ વિભાગ, પોલીસ અને વહીવટીતંત્રની ટીમ અતિક્રમણ દૂર કરવા ત્યાં પહોંચી હતી. ટીમ ત્યાં પહોંચી અને કૃષ્ણ ગોપાલની ઝૂંપડી પર બુલડોઝર છોડી મુક્યું. ઝૂંપડા પર બુલડોઝરની કાર્યવાહી દરમિયાન, પરિવારની વહીવટીતંત્ર સાથે દલીલ થઈ હતી. આ દરમિયાન ઝૂંપડીમાં આગ લાગી હતી અને કૃષ્ણ ગોપાલની પત્ની પ્રમિલા દીક્ષિત અને 23 વર્ષની પુત્રી નેહા જીવતા દાઝી ગયા હતા.

ADVERTISEMENT

આ ઘટના બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટોળાએ સ્થળ પર હાજર વહીવટીતંત્રની ટીમનો પીછો કર્યો હતો. લેખપાલની કાર પલટી નખાઈ. વધતા તણાવને જોતા ભારે પોલીસ દળ સાથે PACની ટુકડી પણ સ્થળ પર તૈનાત કરવામાં આવી હતી. મામલાની પ્રગતિ જોઈને કાનપુરના કમિશનર, એડીજી અને આઈજી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે ગ્રામજનોને કડક કાર્યવાહીની ખાતરી આપી હતી.

ADVERTISEMENT

પપ્પૂ યાદવના કાફલાનો મોડી રાત્રે ભયાનક અકસ્માત, ઘણા નેતા ઘાયલ, કારના કચ્ચરઘાણ

પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા હતા
પીડિત પરિવારનો આરોપ છે કે જ્યારે બુલડોઝર ચલાવવામાં આવ્યું ત્યારે કૃષ્ણ ગોપાલની પત્ની અને પુત્રી ઝૂંપડીની અંદર હાજર હતા. બુલડોઝર ઝૂંપડામાં ઘૂસતાની સાથે જ તેમાં આગ લાગી હતી અને બંને મહિલાઓ જીવતી દાઝી ગઈ હતી. જોકે પોલીસ-પ્રશાસન દ્વારા પણ આ મામલે સ્પષ્ટતા કરવામાં આવી છે.

આ બનાવ અંગે પોલીસનો પક્ષ
ઘટના અંગે કાનપુર દેહાતના પોલીસ અધિક્ષકે જણાવ્યું કે એક ટીમ અતિક્રમણ હટાવવા પહોંચી હતી. ટીમની કાર્યવાહી શરૂ થયા બાદ મહિલા અને તેની પુત્રીએ પોતાની જાતને ઝૂંપડીમાં બંધ કરીને તેને આગ લગાવી દીધી હતી. બંને મૃત્યુ પામ્યા. કેસની તપાસ ચાલી રહી છે. પૂછપરછ પણ ચાલી રહી છે. જે પણ દોષિત જણાશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

अमेरिका

વડાપ્રધાન કરતા વધારે પગાર, ધરપકડ પણ નથી થઇ શકતી જાણો કેવો દબદબો હોય છે રાજ્યપાલનો

ઘટના બાદ પરિવારજનોની ફરિયાદ પર અનેક અધિકારીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જે અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં એસડીએમ મથા જ્ઞાનેશ્વર પ્રસાદ, રૂરાના એસએચઓ દિનેશ કુમાર ગૌતમ, લેખપાલ અશોક સિંહ, જેસીબી ડ્રાઈવર દીપક, મદૌલી ગામના રહેવાસી અશોક, અનિલ, નિર્મલ અને વિશાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 10 થી 12 અજાણ્યા સહયોગીઓ, 3 એકાઉન્ટન્ટ્સ અને 12 થી 15 મહિલા અને પુરૂષ પોલીસ કર્મચારીઓ સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે. તમામ સામે હત્યા (302) અને હત્યાનો પ્રયાસ (307) સહિત કુલ 6 કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે એક મહિના પહેલા કૃષ્ણ ગોપાલ દીક્ષિતની ઝૂંપડી પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર રાત્રે જિલ્લા મેજિસ્ટ્રેટ નેહા જૈનની ઓફિસે પહોંચ્યો હતો.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT