MLA vs બસ ઓપરેટર્સઃ વિવાદ વચ્ચે રિવાબા સહિતના ધારાસભ્યોએ સુરત માટે શું કર્યું?
દર્શન ઠક્કર.જામનગરઃ સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફીકના નિયમોના પાલનને લઈને ભારે વાહનોની શહેરમાં સમયસર પ્રવેશ બંધી મામલે ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા પછી…
ADVERTISEMENT
દર્શન ઠક્કર.જામનગરઃ સુરતના વરાછા રોડ બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ ટ્રાફીકના નિયમોના પાલનને લઈને ભારે વાહનોની શહેરમાં સમયસર પ્રવેશ બંધી મામલે ટ્રાફિક ડીસીપીને પત્ર લખ્યા પછી બસ ઓપરેટર એસોસિએશન દ્વારા સુરતમાં કોઈ જ ખાનગી બસ પ્રવેશશે નહીં અને મુસાફરોને સુરતની બહાર જ ઉતારી દેવાશે તેવો નિર્ણય કર્યો હતો. જે પછી ધારાસભ્ય અને બસ ઓપરેટર એસો. જાણે સામ સામે આવ્યા હોય તેવો ઘાટ ઘડાયો હતો. આ તરફ જાણે જામનગરના ધારાસભ્યો નેતાઓ દ્વારા લેવાયેલો એક નિર્ણય સુરત અને જામનગરના મુસાફરો માટે કાંઈક જુદુ જ વાતાવરણ ઊભું કરી રહ્યો છે. સુરતમાં જ્યાં ખાનગી બસ હવે પ્રવેશ કરતી નથી ત્યાં જામનગર-સુરતની લક્ઝરી કોચ સેવા શરૂ કરવામાં આવી છે. ધારાસભ્યો, મેયર, કોર્પોરેટર્સથી માંડીને ઘણા અગ્રણીઓએ તેને લીલીઝંડી પણ આપી દીધી છે. જેથી સુરતમાં વકરી રહેલા વિવાદ વચ્ચે આ નિર્ણય જાણે મુસાફરો માટે રાહતના સમાચાર બન્યો હોય તેવું જોવા મળ્યું છે.
ડાકોરમાં ફાગણી પુનમની તૈયારીઓ, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો આવી રીતે વધારો
કયા નેતા-અગ્રણીઓએ આપી લીલીઝંડી
ગુજરાત સરકાર દ્વારા જામનગર એસ.ટી.વિભાગને 2×2 લક્ઝરી કોચની ફાળવણી કરાતા જામનગરવાસીઓને હવે સુરત સુધીની લક્ઝરી કોચ સેવાનો લાભ મળશે. જામનગર એસ.ટી. ડેપોથી સુરત સુધી પરિવહન કરનાર આ લક્ઝરી કોચનું ગત તા.૨૦ ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રિવાબા જાડેજા, મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભવોએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, શહેરના કોર્પોરેટર્સ, આગેવાનઓ તથા જામનગર એસ.ટી.વિભાગના વિભાગીય નિયામક બી.સી જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા એસ.ટી.વિભાગના પરિવહન અધિકારી જે.વી.ઇસરાણી તેમજ સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT