વર્ષ 2022માં રામનવમીએ ખંભાતમાં થયેલા કોમી રમખાણના 10 વોન્ટેડ આરોપીઓ ઝડપાયા
હેતાલી શાહ.આણંદઃ આણંદ જીલ્લાના ખંભાતમાં વર્ષ 2022માં રામનવમીના શુભ દિવસે લઘુમતી કોમ દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યા બાદ, કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમાં હત્યાની…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આણંદ જીલ્લાના ખંભાતમાં વર્ષ 2022માં રામનવમીના શુભ દિવસે લઘુમતી કોમ દ્વારા કાંકરી ચાળો કરવામાં આવ્યા બાદ, કોમી રમખાણ ફાટી નીકળ્યા હતા. જેમાં હત્યાની કલમ પણ ઉમેરાઈ હતી. આ ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીઓને આણંદ એસ.ઓ.જી. ની ટીમે બાતમીના આધારે શક્કરપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા છે.
સિસોદિયાની હોળી જેલમાં થશે બહારઃ શનિવારે થશે નક્કી
દુકાનોને કરી હતી આગને હવાલે
વર્ષ 2022માં ખંભાત શહેરમાં રામનવમીના દિવસે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને જીવલેણ અથડામણ થઈ હતી. જ્યારે રામનવમીની યાત્રા સરદાર ટાવર પાસે પહોંચી હતી ત્યારે કેટલીક કોમના અસામાજીક તત્વોએ કાંકરી ચારો કર્યો હતો. એટલુ જ નહીં 3 દુકાનોને આગ ચાંપી હતી. પોલીસે તે સમયે મામલો થાળે પાડી કેટલાક ઈસમોને ઝડપી પાડ્યા હતા. જોકે આ ગુનામાં છેલ્લા એક વર્ષથી 10 આરોપીઓ ફરાર હતા.
ત્રિપુરા, ગુજરાત, ઉત્તરાખંડની આ ફોર્મ્યુલા થકી ભાજપે મેળવી જીત, ભાજપ કર્ણાટકમાં પણ કરશે આ પ્રયોગ?
પોલીસને મળી માહિતી અને પહોંચ્યા આરોપીઓ સુધી
એવામાં આણંદ એસ.ઓ.જી ની ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, રામનવમીના રમખાણોમાં સંડોવાયેલા દસ જેટલા ઈસમો હાલમાં શક્કરપુર વચલા મહોલ્લામાં છે. જેથી એસ.ઓ.જી દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસે તારીક યુસુફભાઈ મલેક, અલ્તાફહુસેન ઈખ્તિયારહુસેન મલેક, ઇફ્તેખાર હુસેન ઉર્ફે અપ્પુ ચાંદાભાઈ શેખ, સમીર મુનાફભાઈ મલેક, વાસીલ ઉર્ફે કબુતર વાહિદભાઈ મલેક, અબ્દુલ યાસીનભાઈ મલેક, શાદાબ મોઇનુદ્દીન મલેક, અઝરુદ્દીન મુખત્યાર મલેક, વસીમ મુનાફભાઈ મલેક તથા ફેઝાન સોકતભાઈ ઉર્ફે કાલુભાઈ મલેક ને ઝડપી પાડ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ તમામ ઈસમોની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT