કોરોના વેક્સીનના મોટા આંકડા બતાવવાના ધતિંગઃ જુનાગઢમાં આ બોલિવુડ સ્ટાર્સના સર્ટી નીકળ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જુનાગઢઃ એક બાજુ કોરોનામાં મૃત્યુઆંકને ઓછો બતાવવામાં સરકાર પર સતત આરોપો લાગી રહ્યા છે ત્યાં કોરોનાના વેક્સીનને લઈને આંકડા વધારે બતાવવા તંત્રએ કેવા કેવા ધતિંગ કર્યા છે તે પણ હવે બહાર આવી રહ્યું છે. જુનાગઢમાં 100 ટકા સંપૂર્ણ રસિકરણ પૂર્ણ કરવાના ટાર્ગેટ સુધી પહોંચવા ફિલ્મ સ્ટાર્સના સર્ટિફિકેટ્સ ઈશ્યૂ કરવાનું કૌભાંડ સામે આુવ્યું છે. જિલ્લાના ભેસાણ, વિસાવદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બોલિવુડ સ્ટાર્સના વેક્સિનેશન સર્ટી મળી આવ્યા છે. જેમાં મહિમા ચૌધરી, જયા બચ્ચન, જુહી ચાવલાના સર્ટી મળી આવ્યા છે. જે પછી આરોગ્ય વિભાગના નીચે જાણે અંગારો પડ્યો હોય તેવું સફાળું જાગ્યું છે.

કયા સ્ટારે ક્યાંથી લીધી વેક્સીન જાણો
જુનાગઢના વિસાવદર અને ભેસાણ તાલૂકામાં ક્યારેય આ બોલિવુડ સ્ટાર્સ દ્વારા કોરોના વેક્સિન લેવામાં આવી નથી છતાં આંકડા બતાવવાની એવી તલબ લાગી કે બોગસ સર્ટિઓ ઈશ્યૂ કરી દેવાયા છે. જોકે આ તો બોલિવુડ સ્ટાર્સના નામના સર્ટિ હતા કે જેના કારણે ધ્યાનમાં આવી ગયા હજુ એવા કેટલાય બોગસ સર્ટિ ઈશ્યૂ થયા હોઈ શકે તે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ સર્ટિને આધારે જુહી ચાવલાએ મોટી મોણપરી ગામે રસીના ડોઝ લીધા હતા, જયા બચ્ચને અને મહિમા ચૌધરીએ મેંદપરા પીએચસીમાં રસીના ડોઝ લીધા હતા. તથા ક્રિકેટર મહોમ્મદ કેફે પ્રેમપરા સબ સેન્ટર ખાતેથી વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું જણાય છે. જોકે આ સ્ટાર્સે ક્યારેય આ સેન્ટરમાં પગ પણ મુક્યો નહીં હોય તો આ સર્ટી ઈશ્યૂ કેમના થયા તે પ્રશ્ન છે.

ADVERTISEMENT

બોગસ સર્ટીનો મામલો ઉઘાડો પડી જતા આરોગ્ય તંત્ર હરકતમાં
જુનાગઢમાં વિવિધ કોરોના વેક્સિનેશન સેન્ટર્સ પરથી કોરોનાના બોગસ વેક્સિનેશન સર્ટી ઈશ્યૂ થયાનો મામલો જાણે આરોગ્ય વિભાગ પર અંગારાની જેમ પડ્યો હોય તેમ તંત્ર સફાળું જાગ્યું વહતું. આ મામલામાં જિલ્લા કલેક્ટર દ્વારા તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં ડેપ્યુટી ડીડીઓ દ્વારા તપાસ કરવામાં આવશે અને તે ઉપરાંત તપાસ સમિતિમાં પાંચ સભ્યો હશે જે લોકો પણ આ કૌભાંડના દોષિત ઠરશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ ભાર્ગવી જોશી, જુનાગઢ)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT