આદિવાસીઓ માટે કઈ નવી યોજનાની કરી જાહેરાતઃ Gujarat Budget 2023
ગાંધીનગરઃ ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ઈનિંગનું પ્રથમ બજેટ 2023-24 ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 3 લાખ કરોડના આ બજેટમાં સરકારે…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ભુપેન્દ્ર પટેલ સરકારની બીજી ઈનિંગનું પ્રથમ બજેટ 2023-24 ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. 3 લાખ કરોડના આ બજેટમાં સરકારે ઘણી જાહેરાતો અને ઘણા ખાતાઓમાં વિવિધ ફાળણવીઓની જાહેરાત કરી છે. જોકે અહીં વાત છે આદિવાસીઓની, હાલમાં જ વિધાનસભા ચૂંટણી દરમિયાન આદિવાસી મતદારો ઘણા કેન્દ્ર સ્થાને રહ્યા હતા. આદિવાસીઓ માત્ર ચૂંટણી દરમિયાન જ ચર્ચામાં હતા કે ખરેખર સરકારે તેમના માટે કાંઈ વિચાર્યું છે? તો આજે નાણા મંત્રી દ્વારા નવી યોજનાની જાહેરાત કરી તેના જવાબ આપવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાગાલેન્ડ પહોંચ્યાઃ પરંપરાગત વેશભૂષા સાથે સંબોધન- Video
મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી વિકાસ યોજનાની જાહેરાત
ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા વર્ષ 2023-24નું બજેટ રજુ કરવામાં આવ્યું છે. જેમાં તેમણે શહેરી વિકાસ અને શહેરી ગૃ નિર્માણ વિભાગ માટે 19,685 કરોડની જોગવાઈ કરી છે. સાથે જ આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે. આ સાથે જ મુખ્યમંત્રી આદિજાતિ સર્વાંગી વિકાસ યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની પણ જાહેરાત કરી છે.
Gujarat Budget 2023: ગુજરાત સરકારનું વર્ષ 2023-24નું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ
માત્ર આદિવાસીઓ જ નહીં પણ આ વર્ગો માટે પણ જાહેરાત
બજેટમાં નાણામંત્રીએ આંબેડકર આવાસ યોજના અને પંડિત દીન દયાળ આવાસ યોજના માટે 222 કરોડ રૂપિયા, 10 લાખ વિકસિત જાતિના વિદ્યાર્થીઓને 4થી 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ, અનુસૂચિત જાતિ અને વિકસીત જાતિના ધો. 1થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ માટે 376 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલું જ નહીં પણ અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિની કન્યાઓને કુંવરબાઈ મામેરું યોજના અંતર્ગત 54 કરોડ, દિવ્યાંગોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરીનો લાભ આપવા 52 કરોડ રૂપિયા, મનો દિવ્યાંગ વ્યક્તિઓ માટે 60 કરોડ આર્થિક સહાય, રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, સંત સુરદાસ દિવ્યાંગ પેન્શન યોજનામાં 58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT