આણંદઃ ડુપ્લીકેટ સર્ટી પરથી વિદેશ જવાના કૌભાંડમાં પકડાયેલા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજુર
હેતાલી શાહ.આણંદઃ આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે ચાંગા ચારુંસેટ યુનિવર્સિટી નજીકથી બોગસ માર્કશીટ બનાવવાના અને તેના આધારે યુવક યુવતીઓને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે ચાંગા ચારુંસેટ યુનિવર્સિટી નજીકથી બોગસ માર્કશીટ બનાવવાના અને તેના આધારે યુવક યુવતીઓને વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. એસઓસી પોલીસે આ કૌભાંડમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં બે આરોપીઓના છ દિવસના અને એક આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જેના આધારે હવે પોલીસે આ કૌભાંડમાં હજી પણ કેટલા લોકો સંડોવાયેલા છે, હજી પણ કેટલા લોકો આ સર્ટિફિકેટના આધારે વિદેશ ગયા છે, તે તમામ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે દરોડો કરીને કર્યો પર્દાફાશ
ગુજરાત સહિત ચરોતરમાંથી વિદેશ જવાની લાલચે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે. કોઈપણ ભોગે આજકાલ યુવાઓને વિદેશનું ઘેલું લાગ્યું છે. પરંતુ વિદેશ માટે અનેક સર્ટિફિકેટની જરૂર પડતી હોય છે, ત્યારે યુવાઓને વિદેશ જવાની ઈચ્છા અમુક તત્વો માટે કમાવાનું સાધન બની જતું હોય છે. આવી જ એક ઘટના આણંદમાં બની, જ્યાં ડુબ્લીકેટ સર્ટિફિકેટના આધારે વિદેશ મોકલવાનું કૌભાંડ ચાલતું હતું. જો કે પોલીસે દરોડો પાડી કૌભાંડમાં સંડોવાયેલા ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ પણ કર્યો છે.
ભારત જોડો યાત્રાનું મીની વર્ઝનઃ ગુજરાત કોંગ્રેસે સરદાર પટેલના જન્મસ્થળથી શરૂ કરી ‘હાથ સે હાથ
બનાવટી સર્ટિફિકેટ તથા પાસપોર્ટ મળી આવ્યા હતા
આણંદ એસોજી પોલીસને બાતમી મળી હતી કે, ચાંગા ચારુશેટ યુનિવર્સિટી પાસે આવેલા પ્રાઇમ કોમ્પ્લેક્સની દુકાન નંબર બેમાંથી વિદેશ જવા ઇચ્છતા ગ્રાહકોને બનાવટી માર્કશીટ તથા દસ્તાવેજો બનાવી આપી વિદેશના વિઝા મેળવી વિદેશ મોકલી આપવાનું કૌભાંડ ચલાવવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા નરસંડાના રોનક હિમાંશુ પટેલ, આણંદના દેવેન્દ્ર પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. બંને આરોપીઓ પાસેથી 189 અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બનાવટી સર્ટિફિકેટ તથા પાસપોર્ટ મળી આવ્યા હતા. બંને આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ આ માર્કશીટ અને શર્ટી વડોદરાના મકરપુરામાં રહેતો નિશિતકુમાર જતીનકુમાર પટેલ બનાવી આપતો હોવાની કબુલાત કરી હતી. જેને લઇને પોલીસે નિશિત પટેલની પણ અટકાયત કરી હતી. નિશિત ની પૂછપરછ કરતા તેની પાસેથી અલગ અલગ 17 જેટલી બનાવટી શૈક્ષણિક સંસ્થાઓની માર્કશીટ તેમજ સર્ટીઓ મળી આવી હતી.
ADVERTISEMENT
અન્ય આરોપીઓની વિગતો રિમાન્ડમાં બહાર કઢાવશે પોલીસ
પોલીસે આ ત્રણેય આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કર્યા અને તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા જેમાં રોનક પટેલ અને નિશિત પટેલના છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે દેવેન્દ્ર પટેલના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. આ સાથે જ પોલીસે આરોપીઓ સાથે અન્ય કોણ કોણ સંડેવાયેલું છે? આ માર્કશીટ તેમજ સર્ટી કેવી રીતે તૈયાર કરવામાં આવતા હતા? અને આ માર્કશીટ દ્વારા હજી પણ કેટલા લોકો વિદેશમાં ગયા છે? તે તમામ બાબતોની તપાસ એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
SBIમાં ગુજરાતના દાહોદમાં ખેડૂતોના નામે લેવાઈ ગઈ બારોબાર લોન, મસમોટું કૃષિ લોન કૌભાંડ
SP પ્રવીણકુમાર મીણાએ શું કહ્યું આ કૌભાંડ અંગે?
આ અંગે આણંદ SP પ્રવીણકુમાર મીણા એ જણાવ્યું કે, “અત્યારે રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રમાં કોઈપણ કૌભાંડ ચાલે છે, કોઈપણ રેકેટ ચાલે છે એને અટકાવવા માટે અત્યંત સંવેદનશીલ છે. વારંવાર આપને રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગૃહ વિભાગ દ્વારા પણ સૂચના આપવામાં આવી છે કે, આ પ્રકારના રેકેટ સામે સખ્ત મા સખ્ત પગલા લેવામાં આવશે. આ સૂચનાનો અમલીકરણ આણંદ પોલિસના એસ.ઓ.જીની ટીમની બાતમીના આધારે એક દેશના અલગ અલગ સરકારી જે છે એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ એની ખોટી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવવાનો એક રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યું છે. એમાં અત્યાર સુધી ત્રણ લોકોની અટકાયત કરી છે. જેનું નામ રોનક પટેલ, દેવેન્દ્ર પટેલ અનેનિશીત પટેલ છે. દેવેન્દ્ર પટેલ અને રોનક પટેલ મહિલાઓમાં જો વિદેશ જવા ઇચ્છુક ઇચ્છા ધરાવતા સ્ટુડન્ટ્સ છે એના પાસેથી પૈસા લઈને એની ખોટી માર્કશીટ બનાવીને એને વિદેશ ખાસ કરીને યુકે મોકલવાની સુવિધા આપતો હતો. અને આ ખોટી માર્કશીટ બનાવવાનો ઓર્ડર નિશિત પટેલ જે બરોડાના રહેવાસી છે એને આપતો હતો એના પછી પણ અત્યારે અમારી તપાસ ચાલુ છે. ત્રણ આરોપીની અટક થઈ ગયા છે. એની રિમાન્ડ પણ અમે અત્યારે પેટલાદ કોર્ટમાંથી મળી ગઈ છે. અમે ઘણા બધા એજન્સીઓ જો ગુજરાતમાં આ કામગીરી નિશીત પાસેથી કરાવતી હતી. એની માહિતી પણ મળી છે. સાથે સાથે આ ક્યા જગ્યાએ ઓર્ડર આપતો હતો એની માહિતી પણ અમને અત્યારે મળી ગઈ છે. બાકી બધા લોકોના પણ નામ એમાં આવશે અને પૂર્ણવિશ્વાસ છે અને એની અટકાયત પણ થશે. 206 સર્ટિફિકેટ્સ અને માર્કશીટ ખોટી આ કબજામાં લેવામાં આવી છે. આ લોકો ખોટી વેબસાઈટ પણ ચલાવતો હતો. એના કારણે અત્યારે આઈટી એક્ટનો પણ ઉમેરા કરવામાં આવ્યો છે. અને એ આ વેબસાઈટ કેવી રીતે ચલાવતો હતો. એટલા માટે એનો કમ્પ્યુટર સાધનો પણ અટકાયત કરવામાં આવી છે.માર્કશીટો મોટી બધી તો મહારાષ્ટ્રની છે. બાકી રાજસ્થાન ગુજરાત અને હરિયાણા સુધી જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી છે. ઘણાં બધાં આ સર્ટિફિકેટના આધારે વિદેશ ગયા છે. અત્યારે તપાસ ચાલુ છે. જે પ્રમાણે સર્ટિફિકેટ મળ્યા છે તે પ્રમાને અંદાજીત 5 જેટલા લોકો ગયા હોય એમ જાણવા મળી રહ્યું છે. તપાસ ચાલુ છે. કેટલાય લોકો પાસે ચીટીગ થયુ છે. પૈસા લઈ લીધા પછી બહાર મોકલવામાં આવ્યા નથી.”
ADVERTISEMENT
મોડસ ઓપરેન્ડી આવી બહાર
પોલીસ તપાસમાં આ આરોપીઓની મોડેસ ઓપરેન્ડી બહાર આવી છે, જેમાં ત્રણે આરોપીઓ એકબીજા ના મેળાપીણા થી વિદેશ જવા ઈચ્છું અરજદાર સાથે અલગ અલગ પેકેજ નક્કી કરી , અરજદારોની જાણ બહાર તેઓની અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બનાવટી માર્કશીટો તથા સર્ટિફિકેટ બનાવી વિદેશ મોકલવાનું રેકેટ ચલાવતા હતા.
તોડબાજ પોલીસઃ સુરતના કાપડના વેપારીનો 42 લાખનો તોડ! જ્વેલરી ખરીદવામાં ભેરવાયા
છેલ્લા બે વર્ષથી ચાલતું હતું આ કૌભાંડ
પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ છેલ્લા બે વર્ષથી કામ કરતા હતા. અત્યાર સુધી અલગ અલગ રાજ્યની સરકારી શૈક્ષણિક સંસ્થાઓના બનાવટી માર્કશીટો તથા સર્ટિફિકેટ ના આધારે પાંચથી વધારે લોકોને વિદેશ મોકલ્યા છે. આ સાથે જ યુકેમાં સર્ટિફિકેટની ચકાસણી સરળ હોય તમામ બનાવટી માર્કશીટ તથા સર્ટિફિકેટ યુકેમાં અભ્યાસ કરવા માટે જ બનાવતા હતા. તમામ બનાવટી માર્કશીટ તથા સર્ટિફિકેટ ત્રણેય આરોપીઓ પંજાબ તથા દિલ્હી ખાતેથી બનાવતા હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. અને હજી પણ આ અંગેની વધુ તપાસ ચાલી રહી છે. ઝડપાયેલ આરોપી નિશિતના મોબાઇલની તપાસ કરતા 20 થી પણ વધારે ઓવરસીઝ તથા વિઝાનુ કામ કરતા વિઝા એજન્ટો સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. જેઓ એ પણ વિદેશ મોકલવા માટે બનાવટી માર્કશીટ તથા સર્ટિફિકેટ બનાવેલ છે કે કેમ તે દિશામાં પણ આગળની વધુ તપાસ હાલ ચાલી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT