બોરસદ પાલીકા ચીફ ઓફિસરને ધમકી આપનાર શખ્સોને પોલીસે જેટલા જલ્દી ઝડપ્યા એટલી જ ઝડપે જામીન
હેતાલી શાહ.આણંદઃ બોરસદ નગર પાલિકાના ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેને લઈને ચીફ ઓફિસરે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી…
ADVERTISEMENT
હેતાલી શાહ.આણંદઃ બોરસદ નગર પાલિકાના ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેને લઈને ચીફ ઓફિસરે બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તાપસ હાથ ધરી ફરિયાદ નોંધી હતી. પોલીસે આ ઘટનામાં બે આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા. જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને જામીન આપી દેતા ચીફ ઓફિસર પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને પોલીસની આ કામગીરીને લઈ આવા તત્વોને છુટો દોર મળી રહેશેની ચર્ચાઓએ હાલ જોર પકડ્યું છે.
પુત્રીના અપહરણની ખોટી સ્ટોરી ઘડી કાઢનારા ભાજપ યુવા મોરચાના પ્રમુખ સસ્પેન્ડ
દબાણકર્તા વિરુદ્ધની અરજી બાબતે ઝઘડો
બોરસદ નગર પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા યોગેશ ગણાત્રા પોતાની ફરજ દરમિયાન પોતાની ચેમ્બરમાં હજાર હતા. દરમિયાન બોરસદના ઉર્વીન પટેલ અને વીનું ધનજી પટેલ તેમની ચેમ્બરમાં કામ અર્થે પ્રવેશ્યા હતા. બોરસદમાં એક દબાણકર્તા વિરુદ્ધની અરજી બાબતે ઉગ્ર બોલાચાલી કરી વીનું ધનજી પટેલે ચીફ ઓફિસરને જાનથી મારી નાખવાની ધમકી આપી હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ત્યાં ઉપસ્થિત અન્ય લોકોએ તેમને ચેમ્બરની બહાર કાઢ્યા હતા. જે મામલે બોરસદ પાલિકાના ચીફ ઓફિસરે વીનું ધનજી અને ઉર્વીન પટેલ વિરુદ્ધ બોરસદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આ બન્ને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ બન્ને શખ્સોની ધરપકડ કરી લીધી હતી. જોકે આ તમામ ઘટનાક્રમની વચ્ચે આશ્ચર્યની બાબત એ છે કે, ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપેલા બન્ને શખ્સોને જામીન પણ આપી દીધા. જેને લઈને ભોગ બનનાર અધિકારી જ પોલીસની કામગીરીથી સ્તબ્ધ થઈ ગયા છે.
તુર્કી-સીરિયામાં ધરતીકંપ આવ્યો નથી લાવવામાં આવ્યો છે, અમેરિકા પર ગંભીર આક્ષેપ
કાયમ આગ્રહ રાખે કે તે કહે તેમ વર્તન પાલિકા કરેઃ યોગેશ ગણાત્રા
આ અંગે બોરસદ નગરપાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવ્યું કે,” ઉર્વિન મનુભાઈ પટેલ કરીને અને વિનુભાઈ પટેલ કરીને બોરસદના નાગરિક છે. તેઓ મારી જોડે રજૂઆત કરવા આવતા હોય છે. તેઓની દબાણ અંગે 2015ની રજૂઆત જે છે, તેને લઈને મારી જોડે વાત કરવા આવ્યા હતા. પરંતુ તે પ્રકરણમાં નામદાર કોર્ટ આ કેસ પેન્ડિંગ હોય અને નામદાર કોર્ટમાંથી કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી પાલિકા એ બાબતે કોઈ પણ કરી ન શકે તે બાબતે લીગલ ઓપિનીઅન મળ્યો હતો. એ બાબતે મેં લોકોને અગાઉ પણ અને કાલે પણ વાકેફ કર્યા હતા. પરંતુ એમનો કાયમી આગ્રહ હોય છે, એ કે એ કહે તે પ્રમાણે જ નગરપાલિકા વર્તે, કાયદો કે નિયમ જુએ નહીં. એ શક્ય ન હોવાનું મેં એમને જણાવ્યું, એટલે તે ઉશ્કેરાઈ ગયા હતા અને મારી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. અને મને જાનથી મારી નાખવાની ધમકી આપી. અને એના છૂટકે મારે બોરસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાની ફરજ પડી.
ADVERTISEMENT
બોહરા સમાજ વચ્ચે PM મોદીએ કહ્યું- મારું સૌભાગ્ય છે, આ પરિવાર સાથે નાતો
સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યાઃ DySP
આ અંગે પેટલાદ ડિવિઝનના ડીવાયએસપી પી કે દિયોરા એ જણાવ્યું કે,” બોરસદ નગરપાલિકાના વહીવટદાર ચીફ ઓફિસર છે યોગેશ ગણાત્રા, તેમની કચેરીમાં આ સ્થાનીક રેહવાસીએ પોતાની એક જુની મેટર છે કે જે નગરપાલિકા દ્વારા દબાણ હટાવી ને પોતાનો કબજો નથી સોંપતા અને કલેકટરનો હુકમ હોવા છતાં કામગીરી કેમ નથી કરતા એ પ્રમાણેનો એમનો પ્રોબ્લેમ લઈને ઊંચા આવાજે સરકારી કર્મચારીની અધિકારીની ફરજમાં રૂકાવટ કરીને માથાકૂટ કરી હતી. તેના સીસીટીવી ફૂટેજમાં મળી આવ્યા હતા. તેના આધારે ચીફ ઓફિસરની ફરિયાદ લઈને આજે બંને આરોપીઓની અટક કરી છે. અને આ વિષયમાં તેમને કાયદેસર નામદારની જે કઈ ચેનલ છે કોર્ટની તેના મારફતે કામ કરવા પ્રયત્ન કરવો જોઈએ પરંતુ તેમણે પોતે જાતે જઈને ખૂબ જ ગરમીથી વાત કરી તેવી હકીકતના આધારે ગુનો દાખલ કરેલો છે.
અમદાવાદઃ પાણી સમજી પિતાના ખિસ્સામાંથી દારુ લઈ પી ગયું બાળક, લથડિયા ખાતો Video સામે આવતા થઈ કાર્યવાહી
નગરપાલિકામાં વહીવટદારનું શાસન
મહત્વનું છે કે, હાલ બોરસદ નગરપાલિકામાં વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે, ત્યારે આવા લોકો ચીફ ઓફિસર ઉપર દબાણ લાવી પોતાનું ધાર્યું કામ પાર પડાવવાનો પ્રયાસ કરતા હોય છે. આવા લોકોની મનમાની સામે ચીફ ઓફિસર વશ નહીં થતા આ પ્રકારની ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. ત્યારે આવા લોકોને કાયદાનું ભાન કરાવવું જરૂરી બન્યું છે. તેવામાં ગણતરીના કલાકોમાં જ પોલીસે બન્ને શખ્સોને જામીન આપી દેતા મામલો હવે ચર્ચાનો વિષય બન્યો છે કે, આવા શખ્સો ગમે તે સરકારી અધિકારીઓ કે કર્મચારીઓને ધમકી આપી પોતાનું કામ કઢાવવા દબાણ લાવી શકે છે, અને હવે આવા તત્વોને પણ છુટો દોર મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT