ટોલ વગર ગાડીઓ કઢાવવા MLAએ આબુ-અમદાવાદ રોડ ચક્કાજામ કર્યોઃ અમીરગઢની ગાડીઓ થઈ ટોલ ફ્રી
બનાસકાંઠાઃ પાલનપુર નજીક ખેમાણા ટોલટેક્સ પર અમીરગઢની લોકલ ગાડીઓ ફ્રી નીકળવા ધારાસભ્ય લોકોના ટોળા સાથે મેદાને ઉતર્યા છે. અમીરગઢ પંથકની તમામ ગાડીઓને ટોલ મુક્ત કરાવવા…
ADVERTISEMENT
બનાસકાંઠાઃ પાલનપુર નજીક ખેમાણા ટોલટેક્સ પર અમીરગઢની લોકલ ગાડીઓ ફ્રી નીકળવા ધારાસભ્ય લોકોના ટોળા સાથે મેદાને ઉતર્યા છે. અમીરગઢ પંથકની તમામ ગાડીઓને ટોલ મુક્ત કરાવવા માટે રજૂઆત કરી હતી. જોકે દરમિયાન વિરોધ પ્રદર્શન કરીને તેમણે રસ્તો બ્લોક કરી દીધો હતો. ભારે ધમાલ મચાવ્યા પછી આખરે ટોલ ટેક્સના અધિકારીઓ નમી પડ્યા હતા અને અમીરગઢનના સ્થાનીક લોકોને ટેક્સ નહીં ભરવો પડે તે બાબતે સમાધાન થઈ ગયું હતું.
અમરીગઢની ગાડીઓ ટોલ ફ્રી તો અન્યોનો શું ગુનો?
અમદાવાદ-આબુ હાઈવે પર પાલનપુર પાસે આજે શુક્રવારે સવારે ભારે ચક્કાજામ થઈ ગયો હતો. જોકે આ કોઈ ટ્રાફીકને લઈને ન્હોતો થયો પરંતુ કોંગ્રેસના દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી અને સ્થાનીક લોકોએ મળીને કર્યો હતો. તેમનો મુદ્દો હતો કે પાલનપુર નજીકના ખેમાણા ટોલટેક્સ પરથી અમીરગઢની લોકલ ગાડીઓને મફત જવા દેવામાં આવે. અમીરગઢનું કોઈ પણ વાહન ટોલ ભરશે નહીં. જેને લઈને ઉગ્ર રજૂઆત કરવા ટોળા સાથે અહીં આવી પહોંચ્યા હતા. રસ્તા પર વાહનો આડા કરીને રીતસર રોડ રોકી લીધો હતો. બે કલાક આ બધું ચાલ્યું હતું અને આખરે આ મામલામાં હાઈ વોલ્ટેજ ડ્રામા પછી તો જાણે ટોલટેક્સના અધિકારીઓને બ્રહ્મજ્ઞાન થયું હોય એમ અમીરગઢના સ્થાનીક લોકોને ટેક્સ નહીં ભરવો પડે તે બાબતે સમાધાન થયું હતું. અહીં સવાલ એ થયો કે તો પછી બાકીના મુસાફરોએ કયો ગુનો કર્યો?
(ઈનપુટઃ ધનેશ પરમાર.બનાસકાંઠા)
ADVERTISEMENT
ADVERTISEMENT