અમદાવાદના’બાપનો બગીચો’ કેફેમાં ગુંડાઓ બંદૂક સાથે આવ્યાઃ CCTV, SUV ભટકાવી દરવાજો ખોલ્યો
અમદાવાદઃ અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા બાપના બગીચા કેફે ખાતે જાણે અસામાજિક તત્વોનો સતત આતંક જોવા મળી રહ્યો છે. હજુ હમણાં જ આ જ…
ADVERTISEMENT
અમદાવાદઃ અમદાવાદના એસપી રિંગ રોડ પર આવેલા બાપના બગીચા કેફે ખાતે જાણે અસામાજિક તત્વોનો સતત આતંક જોવા મળી રહ્યો છે. હજુ હમણાં જ આ જ કેફેમાં મોડી રાત્રી દરમિયાન થયેલા એક ઝઘડાને લઈને વહેલી સવારે બે કાર લઈને આવી ચઢેલા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જોકે તે ઘટનામાં લોકોના જીવને જોખમ તો હતું જ પરંતુ સદનસીબે કોઈ જીવ ગયા ન હતા. આ જ એક ઘટનાના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે જેમાં કેટલાક આવારાતત્વો દ્વારા એસયુવી કાર કાફેના દરવાજે ભટકાવીને ફિલ્મી સ્ટાઈલમાં દરવાજો ખોલવામાં આવ્યો હતો. જોકે અહીં પણ સદ નસીબે દરવાજે કોઈ હતું નહીં નહીં તો તેના જીવને પણ જોખમ હતું.
અદાણીને વધારે મોટો ઝટકો, સરકારે 5454 કરોડનું ટેન્ડર રદ્દ કરી દીધું
હાથમાં બંદૂક, દંડા
અમદાવાદના એસજી હાઈવે પર ગુંડાતત્વોના અડ્ડા બની ગયેલા ઘણા કેફે મોડી રાત્રી સુધી ધમધમતા હોય છે. આવા કેફેમાં વારંવાર અસામાજિક તત્વોની હરકતો પણ સામે આવતી હોય છે. અમદાવાદના શિલજ સર્કલ નજીક પર આવેલા બાપનો બગીચો કાફેમાં હમણાં જ થોડા જ દિવસો પહેલા ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે આ ઘટનાના વધુ એક સીસીટીવી સામે આવ્યા છે. કાયદા વ્યવસ્થાને જાણે કશું ગણતા જ ન હોય તેવા દૃષ્યો આ ઘટનામાં પણ જોવા મળ્યા છે. કેટલાક ગુંડાતત્વો દ્વારા એસયુવી કાર ભટકાવીને દરવાજો ખોલવામાં આવ્યો હતો. એટલું જ નહીં હાથમાં બંદૂક રાખીને કેફેમાં ઉતરી તોડફોડ મચાવી મુકી હતી.
અમદાવાદના ‘બાપનો બગીચો’ કેફેના CCTV: ગુંડાતત્વોએ મચાવ્યો આતંક, બંદૂક સાથે ઉતરી કાયદાના ઉડાવ્યા લીરેલીરા, SUV કાર દરવાજે ભટકાવી ખોલ્યો અને કરી તોડફોડ#Ahmedabad #GujaratPolice #CCTVFootage pic.twitter.com/A4hJYMdRSR
— Gujarat Tak (@GujaratTak) February 6, 2023
ADVERTISEMENT
અગાઉ પણ કેફે બહાર ડ્રગ્સનો થતો હતો ધંધો
સમગ્ર મામલામાં મારામારી થતા જિલ્લા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ કેફે અગાઉ પણ પોલીસ ચોપડે નોંધાયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર કેફેની બહાર કેટલાક શખ્સો ડ્રગ્સ પણ વેચતા હોવાનું બહાર આવ્યું હતું. હવે તો કેફેમાં જ ટપોરીઓ ઘૂસી આવે છે અને આતંક મચાવે છે. અમદાવાદ જિલ્લા ડીએસપી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાનમાં ત્યાં લગાવાયેલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે. સાથે જ આ ઘટનામાં બીજા કયા માથાઓ છે જેમનું આ શખ્સોને પીઠબળ છે તે પણ તપાસ થઈ રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT