‘અંબાણી-અદાણી કંઈ નહીં આપે જે આપશે તે Amul આપશે’: ખેડા જિલ્લા BJP પ્રમુખ અને અમૂલ ડેરીના ડીરેકટર

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.આણંદઃ આણંદ અમૂલ ડેરીની ચૂંટણી આવતીકાલે યોજવાની છે, અમૂલ ડેરીની ચૂંટણીમાં ભાજપ એક હથ્થુ શાસન કરવા માંગી રહી છે, જેને લઈને એક બાદ એક કોંગ્રેસના નેતા કે જેઓ અમૂલ ડેરીમાં ડિરેક્ટર છે, તેઓને ભાજપમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. આ મિશન ખેડા જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ અને અમૂલ ડેરીના ડીરેકટર વિપુલ પટેલ દ્વારા પાર પાડવામાં આવી રહ્યું હોય તેમ જાણવા મળી રહ્યું છે. એવામાં આજે નડિયાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ જિલ્લા પ્રમુખ અને અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલે અંબાણી અને અડાણી પર કટાક્ષ કરતા નિવેદન આપ્યું કે , “અંબાણી કે અદાણી કાંઈ નહીં આપે જે આપશે તે અમૂલ જ આપશે.” તેમના આ નિવેદનથી સહકારી ક્ષેત્રનું રાજકારણ હવે ગરમાયું છે.

અદાણી અંગેની તપાસ માટે નિષ્ણાંત સમિતિની રચાશેઃ પણ માહિતીઓ ગુપ્ત રખાશે

ચેરમેન-વાઈસ ચેરમેન પદ માટે એડીચોટીનું જોર
એશિયાની સૌથી મોટી ડેરી અમૂલ ડેરીનું આવતીકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજવાની છે. ભાજપ સહકારી ક્ષેત્રે પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માંગી રહી છે. જેને લઈને અમૂલમાં યોજાનાર ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં પણ એક હથ્થુ શાસન થાય તે માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. થોડા સમય પહેલા આણંદના પૂર્વ ધારાસભ્ય, અમૂલ ડેરીના ડીરેકટર અને ચુસ્ત કોંગ્રેસી કાંતી સોઢા પરમારને ભાજપમાં લાવવામાં આવ્યા અને ત્યારબાદ બીજા અમૂલ ડેરીના ડીરેકટર તથા કોંગ્રેસના અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા. આ તમામને ભાજપમાં લાવવા માટે જેમણે મીશન પાર પાડ્યું તે ખેડા જિલ્લાના ભાજપના જિલ્લા પ્રમુખ અને અમૂલ ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. એવામાં આજે નડિયાદમાં ખેડા જિલ્લા પોલીસ દ્વારા વ્યાજખોરોથી બચવા માટે લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પના કાર્યક્રમમાં ખેડા જિલ્લા કલેકટર, ખેડા જિલ્લા ડીએસપી, નડિયાદ અને માતરના ધારાસભ્ય, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અને અમૂલ ડેરી આણંદના ડિરેક્ટર વિપુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત વિપુલ પટેલે લોકોને આત્મનિર્ભર થવા માટે પશુપાલનના વ્યવસાયને પસંદ કરવા જણાવ્યું હતું. જોકે આ વ્યવસાયને અપનાવવા માટે અંબાણી અને અદાણી પર કટાક્ષ કરાતા આવતી કાલે યોજાનાર અમૂલની ચૂંટણીને લઈને સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે.

ADVERTISEMENT

સોનાના દાંતથી ઓળખાયો આરોપી, મુંબઈ પોલીસે 15 વર્ષથી ફરાર ભાગેડુને પકડી પાડ્યો

વિપુલ પટેલે અમૂલ અંગે શું કહ્યું?
સભાને સંબોધતા વિપુલ પટેલે જણાવ્યું હતું કે,” જેમ શંકર ભગવાનની જટામાંથી ગંગાને વહાવાનું ભગીરથ મુનિએ જે ધરતી પર લાવવાનું કામ કર્યું હતું, એવી રીતે પશુપાલકો માટે સરદાર પટેલે, ડોક્ટર કુરીયન સાહેબે અને ત્રિભુવન કાકાએ આપણા બંને જિલ્લાઓ માટે એવું પશુપાલકો ઉત્પાદકોને દૂધના સારા ભાવ મળે એવું એમનું સંપાદન થાય, એટલા માટે અમૂલની સ્થાપના કરી. 250 લીટર પહેલા દૂધ આવતું હતું. અમૂલમાં આજે 250 લીટરથી ચાલુ કરીને આજે 30 -32 લાખ લિટર દૂધ અમૂલ આજે સંપાદન કરે છે. અને સંપાદન કરે છે એવું નહીં, અમૂલ દૂધ, રહી, ઘી, છાશ બનાવે છે. એટલુ જ નહીં 242 આઈટમ દૂધમાંથી બનાવે છે. એટલી મોટી અમૂલ વિક્રમ હરણફાળ ભરી રહી છે. ગઈ સાલ દસ હજાર કરોડની વધુ ટનવર કર્યું હતું. આ વખતે 12,000 કરોડ ટન ઓવર કરવાનો અમારો ટાર્ગેટ છે. હું અમૂલના ડિરેક્ટર તરીકે તમને બધાને માહિતી આપું છું. 43 જેટલી અમૂલ, જે ચોકલેટ પ્લાન્ટ છે, કાપડીવાવ આવી 46 પ્લાન્ટ અમે પુરા 13 રાજ્યોમાં પથરાયેલો છે. એ 13 રાજ્યમાં બધી આવી બનાવટો બનાવે છે. એટલે પશુપાલનનો ધંધો અવશ્ય કરવો જોઈએ. આ બધા સાહેબોએ માહિતી આપી કે આ યોજના છે, આ યોજના છે. કાગળિયા ભેગા કરતા તમને બે મહિના લાગશે. અને કાગળિયા લઈ જશો અને તમારું આધાર કાર્ડ નહીં હોય, આધાર કાર્ડનું નીચલુ ફાટલું હશે, બીજી ઝેરોક્ષ કરાવી લાવો, આ કડાઈ લાવો, આવું ને આવું જ થશે. પરંતુ અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમે જો એ ગેસ લાવશો તો, તમે સાંજે એને દૂધને એના પૈસા રોકાણ મેળવી શકો છો. બંને જિલ્લામાં થઈને રોજના 15 થી 17 કરોડ રૂપિયા અમૂલ આપે છે, બંને જિલ્લામાં. બંને જિલ્લાની ડેરીઓમાં 1200 થી વધુ આપણી સ્થાનિક ડેરીઓ છે. અને હું આપને કહું, અંબાણી અદાણી કઈ નહીં આપે ખાલી વાતો જ કરશે સમજો. ખાલી વાતો જ કરશે. આપશે તો ફક્ત ને ફક્ત અમૂલ જ આપશે. એટલે પશુપાલન તરફ આપ બધા વડીલો એ વળવું જોઈએ. પશુપાલનનો ધંધો કરવો જોઈએ. આત્મનિર્ભર થવા માટે સરળ અને સરળ રસ્તો એક જ છે પશુપાલનનો.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT