રાજકોટમાં વરઘોડામાં દારુની રેલમછેલમાં 10 સામે નામ જોગ FIR, ધરપકડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ રાજકોટમાં દારુબંધીના લીરેલીરા ઉડાવતો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ફરતો થયો હતો. જેમાં વરરાજાના ફૂલેકામાં તેના દોસ્તો અને ભાઈઓ દ્વારા દારૂની રેલમછેલ કરવામાં આવી હતી. આ ઉપરાંત વરરાજાએ ફાયરિંગ પણ કર્યાનું વીડિયોમાં જોઈ શકાતું હતું. પોલીસે ગંભીર કલમો અંતર્ગત આ મામલમાં ફરિયાદ નોંધી છે. જેમાં 8 સામે દારુ પાર્ટીને લઈને તો 2 સામે હથિયારને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે તે શખ્સોની ધરપકડ પણ કરી લીધી છે. હવે પોલીસ તેમને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરશે.

કોની સામે થઈ ફરિયાદ
1. હિરેન ઉર્ફે હેરી પરમાર
2. પ્રતીક ઉર્ફે કાળીયો
3. ધવલ મગનભાઈ મારુ
4. ગટિયો
5. મયુર ભરવાડ
6. ધર્મેશ ઉર્ફે આસુડો
7. અજય ઉર્ફે જબરો
8. નીતિન ખાંડેખા
ની ધરપકડ
વીડિયોના અંતમાં હથિયાર મામલે
1. જીતેન્દ્ર તલાવિયા અને
2. વિજય કુંભારવાડીયા બંને પર હથિયાર ભંગ નો ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

Ind vs Ire Women’s T20 World Cup: વર્લ્ડકપ સેમીફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, ડકવર્થ લૂઈસથી મળી

રાજકોટમાં પોલીસની આબરુના ધજાગરા ઉડી રહ્યાં હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. શહેરના જલારામ ચોક પાસે આવેલા સહકાર મેઈન રોડ પાસે ચાલુ ફુલેકા દરમિયાન વરરાજાના મિત્રો અને ભાઈઓ દ્વારા ઈંગ્લીશ દારુની રેલમછેલ જાહેર રોડ પર કરવામાં આવી હતી. સરેઆમ દારુની બોટલો સાથે ડીજેના તાલે તમામ શખ્સો નાચતા જોવા મળ્યા હતા. આટલું ઓછું ન હોય તેમ એક શખ્સે વરરાજાને રિવોલ્વર આપી સરાજાહેર ફાયરિંગ પણ કરાવડાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જો કે ગુજરાત તક આ વીડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી. પણ અહીં સવાલ એ છે કે, શું ગાંધીના ગુજરાતમાં ખાલી કહેવા માટે જ દારુબંધી છે ? હવે જોવાનું એ રહેશે કે જાહેરમાં ફાયરિંગ અને દારુ પીવાના મામલામાં પોલીસ ક્યાં સુધી ઊંડી ઉતરે છે. આ દારુ ક્યાંથી આવ્યો હતો કે પછી આ હથિયાર લાયસન્સ વાળું છે કે કેમ તે સહિતના સવાલો પણ હજુ ઊભા જ છે.

ADVERTISEMENT

(ઈનપુટઃ નીલેષ શિશાંગિયા, રાજકોટ)

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT