ગુજરાતના અમરેલીમાં ભૂકંપના ઝટકાઃ એક દિવસમાં ત્રણ આંચકાથી લોકોમાં ભય
અમરેલીઃ અમરેલીમાં વધુ એક વખત ધરા ધ્રુજી છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકની ધરા છેલ્લા મહિનાઓથી સતત ભૂકંપના ઝટકાથી ધ્રુજી…
ADVERTISEMENT
અમરેલીઃ અમરેલીમાં વધુ એક વખત ધરા ધ્રુજી છે અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સાવરકુંડલાના મીતીયાળા પંથકની ધરા છેલ્લા મહિનાઓથી સતત ભૂકંપના ઝટકાથી ધ્રુજી રહી છે. મીતીયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપનો અનુભવ થયો હતો. રિક્ટર સ્કેલ પર 3.4ની તિવ્રતા હોવાનું નોંધાયું છે.
તમામ પોલીસ મથકોમાં 29 માર્ચ સુધી CCTV કેમેરા સુનિશ્ચિત કરોઃ સુપ્રીમ કોર્ટ
એક જ દિવસમાં ત્રણ આંચકા
સાવરકુંડલાના મીતીયાળા, સાકરપરા, ધજડી સહિતના ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક જ દિવસમાં ભૂકંપના ત્રણ ઝટકા અનુભવાયા હતા. રાત્રે 11.35 વાગ્યાના અરસામાં એક ભૂકંપ આવ્યો હતો જે ખાંભા, મોટા સમઢીયાળા, ઈંગોરાળા, નાના વિસાવદર, ભાડ, વાંકિયા અને નાનુડી ગામમાં પણ અનુભવાયો હતો. લોકોમાં સતત ભૂકંપના પગલે ચિંતાનો માહોલ છે. લોકો ઘરની છત નીચે સુવાને બદલે આ કારણસર ઘરની બહાર સુવા માટે મજબૂર બન્યા છે. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગની પુષ્ટી પ્રમાણે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 3.4ની નોંધાઈ છે.
Gujarat Budget 2023: નાણામંત્રી કનુ દેસાઈ રજૂ કરશે બીજી વખત બજેટ
લોકોમાં ભયનો માહોલ
ભૂકંપનું કેન્દ્ર બિન્દુ ભાડ અને વાંકિયા વચ્ચે નોંધાયું છે. સતત ભૂકંપના આંચકાઓને કારણે માત્ર મીતીયાળા જ નહીં પણ ગીરના ગામડાઓમાં ફફડાટ ફેલાયો છે. લોકો ભૂકંપના આંચકાઓ આવતા જ ઘરની બહાર દોડી આવે છે. સાથે જ પોતાના અને પોતાના પરિવારની સલામતીને લઈને ઘણા તો ઘરની છત નીચે પણ સુઈ જતા નથી. તેઓ બાદમાં ઘરની બહાર જ સુઈ જવા મજબુર બન્યા છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT