ચરોતરમાં ‘સસ્તામાં મળે છે ડૉલર’સાંભળી લલચાતા નહીં, આવો ચાલે છે વેપલો

ADVERTISEMENT

gujarattak
social share
google news

હેતાલી શાહ.નડિયાદઃ આપણે ત્યાં ગુજરાતીઓને વિદેશોમાં જવાનો કેટલો ક્રેઝ છે તે આપણે જાણીએ છીએ, જોકે ગુજરાતમાં એવા ઘણા વિસ્તારો, જિલ્લા, ગામ છે જ્યાં લગભગ મોટા ભાગના વિદેશમાં સ્થાયી, અભ્યાસ કે નોકરી કરતા હોય. આવો જ એક વિસ્તાર ચરોતર પણ છે. જોકે ચરોતરમાં ભેજાબાજ ટોળકીઓએ ડોલરના ભાવો અને એક્સચેન્જ મામલે એક ચાલાકી કરવાનું શરૂ કરવા જ જતા હતા કે હાલ તેઓ પોલીસ હાથ ઝડપાયા છે. છેલ્લા ઘણા સમયથી ચરોતરમાં સસ્તામાં ડોલર આપવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ પોલીસને પડકાર ફેંકી રહી હતી. જોકે પોલીસે આ ગેંગના એક ગઠીયાને ઝડપી લીધો છે અને આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડી દીધો છે. જેમા અગાઉ વડોદરામાં ટાઇલ્સ ફ્લોરિંગનું કામ કરતા વેપારીને મંદિરના કામના બદલે ડોલર આપવાની વાત કરી કાગળનું બંડલ પકડાવી છેતરી જનાર ઠગ જ ઉમરેઠ પોલીસના હાથે પકડાઈ ગયો હોવાની જાણ થતા વેપારી ઉમરેઠ દોડી આવ્યા અને ફરિયાદ નોંધાવી હતી. હાલ તો, ચલાલીની ઠગ ટોળકીના સાગરિતની પોલીસ પૂછપરછ કરી રહી છે. છેલ્લા અનેક વર્ષોથી ચલાલીની આ ઠગ ટોળકી વેપારીઓને ડોલરના નામે છેતરી રહી છે.

ટેકાના ભાવને લઈ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન, જાણો ક્યારે શરૂ થશે ખરીદી

એક ઝડપાયો પણ સાથીયો અંગે કાંઈ ન બોલ્યો
છેલ્લા ઘણા સમયથી ઉમરેઠ પાસે સસ્તામાં ડોલર આપવાની લાલચ આપી લોકોને છેતરતી ગેંગની ફરિયાદ ઉઠવા પામી હતી. દરમ્યાન ઉમરેઠ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે વખતે સેન્ટ ઝેવિયર્સ પાછળ બે બાઈક પર ચાર શખ્સ ભેગા મળી કંઈક ખિસ્સામાં સંતાડતા હતા. જેની ઉમરેઠ પોલીસની ટીમને શંકા જતા પોલીસે તેમને ઉભા રહેવા જણાવ્યું પરંતુ પોલીસ તે લોકોને પકડીને કંઈ પૂછપરછ કરે તે પહેલા જ તેઓ દોડી ગયા પરંતુ પોલીસે કોર્ડન કરી ટોળકીમાંથી એક ગઠીયાને ઝડપી લીધો હતો. જેનું નામ પૂછતા તે ચલાલીનો સચીન રાજુ તળપદા હોવાનો જાણવા મળ્યું હતું. જેની પાસેથી પોલીસે મોબાઈલ, બાઇક મળી કુલ 55,500 નો મુદ્દા માલ જપ્ત કર્યો. પણ ભાગી ગયેલા અંગે તેણે કોઈ જ માહિતી આપી નહીં.

કિયારા-સિદ્ધાર્થના લગ્નમાં પડ્યો મોટો લોચો, હોટ કપલ ધુંવાપુંવા થઇ ગયું કહ્યું કે…

પોલીસે કરી આગવી પુછપરછ પછી બધું બોલ્યો
સચિનને પોલીસ મથકે લાવી આગવી રીતે વધુ પૂછપરછ હાથ ધરી જેમાં સચિને જણાવ્યું કે ચારેય શખ્સ લોકોનો ફોન પર સંપર્ક કરી ઓછા રૂપિયામાં ડોલર આપવાની લાલચ આપી ઉમરેઠ બોલાવી તેમને વિશ્વાસમાં લઈ કાળી થેલીમાં પહેલા ડોલરનું બંડલ બતાવી અને ભોગ બનનારની નજર ચૂકવી સફેદ કાગળનું બંડલ કોથળીમાં પકડાવી તેને ડોલર તરીકે જણાવી તેના બદલામાં રૂપિયા લઇ ભાગી જવાની પેરવીમાં હતા. જેને લઇને પોલીસે સચિન સહિત ટોળકી સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

વડોદરાના વેપારીને કેવી રીતે ઠગ્યો?
જોકે આ ઘટનામાં આવી જ રીતની છેતરપિંડીનો ભોગ બનેલા અને વડોદરામાં રહેતા રમાકાંતગીરી ગોસ્વામીને ઉમરેઠ પોલીસે આવા જ એક ઠગને ઝડપ્યો હોવાની માહિતી મળતા તેઓ ઉમરેઠ પોલીસ મથકે પહોંચ્યા હતા. રમાકાંત ગીરી ગોસ્વામી વડોદરામાં રહે છે અને ટાઇલ્સ ફ્લોરિંગનું કામ કરે છે. આશરે એકાદ મહિના અગાઉ તેમના મોબાઈલ ફોન ઉપર એક વ્યક્તિએ ફોન કરી તમે ટાઇલ્સ ફીટીંગ તથા ફ્લોરિંગનું કામ કરો છો ? તેમ પૂછતા રમાકાંતગીરીએ હા કહ્યું હતું. ત્યારે આ ફોન કરનારે પોતે આણંદથી વાત કરતો હોવાનું અને મંદિરમાં ફ્લોરિંગનું કામ કરાવવાનું હોવાનું કહી તમે કોન્ટ્રાક્ટ લેશો કે કેમ તેમ પૂછ્યું હતું. બે ત્રણ દિવસ પછી આ ઈસમે ફરીથી ફોન કરીને મંદિરનું કામ કરવા માટે ડોલરમાં પેમેન્ટ કરવાની વાત કરી હતી. જેથી રમાકાંતગીરીએ આ બાબતે પોતાના મિત્રની સલાહ લઈ કામ કરવાની હા પાડી હતી. ફોન કરનાર વ્યક્તિએ રમાકાંત ગીરીને ઉમરેઠ બોલાવી 200 ડોલર આપ્યા હતા અને તે ડોલરની ખરાઈ કરી લેવાનું કહીને રમાકાંતગીરીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં આ ઇસમે પૈસાની જરૂર હોય હું તમને 5,000 ડોલર આપું, તેની સામે તમે મને દોઢ લાખ રૂપિયા આપો તેમ રમાકાંતગીરીને કહ્યું હતું. જેથી રમાકાતગીરી રૂ. 1,20,000 લઈને ઉમરેઠ આવ્યા હતા. અગાઉ 200 ડોલર આપવા આવેલો છોકરો જ કાળી પ્લાસ્ટિકની કોથળીમાં વિટેલ બંડલ રમાકાંતગીરીના હાથમાં પકડાવી તેમની પાસેથી રોકડા રૂપિયા 1,21,000 લઈ જતો રહ્યો હતો. કારમાં બેસીને રમાકાંત ભાઈએ બંડલ ભરેલી કોથળી ખોલતા તેમાંથી ડોલરની જગ્યાએ કાગળનું બંડલ નીકળ્યું હતું. પોતે છેતરાયા હોવાનું જણાતા તેઓ વડોદરા પરત જતા રહ્યા હતા.

અમદાવાદઃ ફોર્ચ્યૂનર ભટકાવી દરવાજો ખોલવો ભારે પડ્યો ‘બાપનો બગીચો’ કેસમાં 7ની ધરપકડ

શખ્સ પકડાયાની ખબર પડતા વેપારી ઉમેરેઠ દોડ્યા
ત્યારે આજે રમાકાંતગીરીને જાણવા મળ્યું હતું કે, ઉમરેઠ પોલીસ સ્ટેશને એક ઈસમને શંકાસ્પદ સફેદ કાગળના બંડલ સાથે લાવવામાં આવ્યો છે. જેને લઈને રમાકાંતગીરી ઉમરેઠ પોલીસ મથકે પહોઁચ્યા, અને ત્યાં પોલીસે ઝડપેલા ઈસમને ઓળખી લીધો હતો. એ એજ ઈસમ હતો જે પહેલા 200 ડોલર અને પછી 5000 ડોલરના બદલે સફેદ કાગળનું બંડલ આપીને રફુ ચક્કર થઈ ગયો હતો. રમાકાંતગીરીએ તેમની સાથે થયેલી છેતરપિંડીની સઘળી હકીકત પોલીસને જણાવી હતી અને પોતાની સાથે થયેલ છેતરપિંડી મામલે રમાકાંતગીરીએ ચલાલીના સચિન રાજુભાઈ તળપદા સામે ગુનો નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ADVERTISEMENT

હોસ્પિટલમાં ચોર ઓક્સિજનની પાઇપ ચોરી ગયા, 20 બાળકોના શ્વાસ અટકી ગયા

જમીનમાં ચરુ મળ્યાનું કહીને પણ છેતરતી
મહત્વનું છે કે, નડિયાદ તાલુકાના ચલાલી ગામમાં વર્ષોથી એક ઠગ ટોળકી સક્રિય છે. જે માત્ર ગુજરાત જ નહીં પણ રાજસ્થાન અને અન્ય રાજ્યમાં પણ પોતાની સસ્તામાં ડોલર આપવની જાળ બિછાવીને સફળતાપૂર્વક શિકાર કરી ચૂકી છે. આ ટોળકી વર્ષોથી એક જ મોડસ ઓપરેન્ડીથી કામ કરે છે. આ ઠગ ટોળકી મંદિરમાં કામ કરવાનું હોવાની વાત વેપારીને કરે છે. બાદમાં પૈસાની જગ્યાએ ડોલર આપવાનું કહે છે અને કેટલાક ડોલર તમે રાખી લેજો તેમ કહી લાલચ આપે છે. આ ઉપરાંત આ ઠગ ટોળકી જમીનમાંથી ચરૂ મળ્યો હોવાનું, સસ્તા ભાવે ડોલર વટાવવા હોવાનું કહીને વેપારીઓને છેતરે છે. આ ટોળકીએ કેટલીયવાર પૈસાની લેવડદેવડને લઈને વેપારીઓ ઉપર હુમલો પણ કર્યો છે. ત્યારે સસ્તા ડોલરની લાલચે આવતા લોકોએ પણ આવી ઘટનાઓથી ચેતીને છેતરપિંડીથી બચવું જોઈએ.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT