GUJARAT TAKને ગ્રેડ પે અંગે આ મુદ્દાઓ જણાવતા PSI વસાવા થયા સસ્પેન્ડ, જાણો વિગતવાર માહિતી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત પોલીસ જવાનોને રાજ્ય સરકાર દ્વારા રાહત સ્વરૂપે એક 500 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. તેવામાં PSI રતિલાલ વસાવાએ GUJARAT TAK સાથે આ ભથ્થા મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન શિસ્તભંગ મુદ્દે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ચલો આપણે ગ્રેડ પે ભથ્થા વિશે PSI વસાવાએ ગુજરાત તકને આપેલા ઈન્ટરવ્યુ પર નજર કરીએ…

PSI વસાવાએ ગ્રેડ પે ભથ્થા વિશે ગુજરાત તકને જણાવ્યું કે સરકાર દ્વારા જે અલાઉન્સ મળે છે એ આમ જોવા જઈએ તો ભથ્થું પણ ન કહેવાય, એલાઉન્સ પણ ન કહેવાય. અમારા હાથ કાપી કાપી લીધા સમાન સ્થિતિ ઉભી થઈ છે. રડતા છોકરાને છાનો રાખવા માટે જેમ થાય એવું કામ અત્યારે અમારા સાથે થયું છે. આ ઉચ્ચ અધિકારીઓની સાંઠ ગાંઠના કારણે બધી રમત રમાય છે. જેથી નાના અધિકારીઓને પગાર જોઈએ એટલો નથી મળી રહ્યો.

આ પણ વાંચો…. આને ગ્રેડ પે ભથ્થું કે એલાઉન્સ ન કહેવાય, GUJARAT TAKને ઈન્ટરવ્યુ આપનારા પોલીસ અધિકારી સસ્પેન્ડ

ADVERTISEMENT

તમને ડર નથી કે તમારા વિરૂદ્ધ કોઈ શિસ્તભંગ મુદ્દે એક્શન લેવાશે?
આ સવાલના જવાબ આપતા PSI વસાવાએ જણાવ્યું કે મને કોઈ ડર જ નથી કે મારા સામે શિસ્ત ભંગનો કોઈ એક્શન લેવાય. અમે કોઈના ખિસ્સામાંથી નથી માગતા અમે સરકાર પાસેથી માગીએ છીએ. અમે જનતાના હિતમાં નોકરી કરીએ છીએ. આની સાથે વસાવાએ જણાવ્યું કે આને બંધારણના નિયમો વિરૂદ્ધ અમારી પાસેથી કામ લેવામાં આવે છે.

ગૃહમંત્રીને વસાવાએ વિનંતી કરી
R.R.વસાવાએ વધુમાં જણાવ્યું કે બંધારણમાં નીતિ નિયમ પ્રમાણે સરકારી કર્મચારીઓને જે પગાર આપવામાં આવે છે. એ અમને મળવો જોઈએ. આ લોકોને ઓથોરિટી નથી છતા અમારા પગારો બંધ કરી રાખવામાં આવ્યા છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT