BREAKING NEWS: મોરબી દુર્ઘટના મામલે જયસુખ પટેલે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યું
મોરબી: મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત મામલે પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આજે બપોરે સરેન્ડર કરી દીધું હોવાની વિગતો…
ADVERTISEMENT
મોરબી: મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત મામલે પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે આજે બપોરે સરેન્ડર કરી દીધું હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહ્યું છે. પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરી દીધું છે. કોર્ટમાં જયસુખ પટેલના સરેન્ડર બાદ હવે આરોપીનો હવાલો પોલીસને સોંપવામાં આવશેે. ત્યારે મોરબી પોલીસ ગમે ત્યારે મોરબી બ્રિજ દુર્ઘટનામાં આરોપી જયસુખ પટેલની ધરપકડ કરીને રિમાન્ડ માગી શકે છે.
પોલીસની ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ
જયસુખ પટેલે આ પહેલા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી. જેના પર આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. આ પહેલા જ પોતે કોર્ટ સમક્ષ હાજર થઈ ગયો છે. મોરબી દુર્ઘટના બાદથી જ જયસુખ પટેલ પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જે બાદ હાલમાં જ પોલીસે તેની સામે વોરંટ ઈસ્યૂ કર્યું હતું. જ્યારે કોર્ટમાં ફાઈલ કરેલી ચાર્જશીટમાં પણ આ આરોપી તરીકે નામ ઉમેર્યું હતું.
આ પણ વાંચો: મોરબી ઝુલતા પુલ ઘટનાની ચાર્જશીટમાં મોટોખુલાસોઃ કમાણી માટે શું કર્યું?
ADVERTISEMENT
પોલીસની ચાર્જશીટમાં થયા હતા જયસુખ પટેલની બેદરકારીના ખુલાસા
આ કેસની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે કે સસ્પેન્શન બ્રિજના સમારકામના નિયમોનો ભંગ કરીને આઠથી 12 મહિનાના બદલે 6 માસમાં પુલ પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયસુખ પટેલે ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી બ્રિજની મજબૂતાઈનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ ન લીધું હોવાનો પણ આરોપ છે. તેમજ પુલના 49માંથી 22 કેબલ પર કાટ લાગી ગયો હતો. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ છે કે જયસુખ પટેલ ભાગેડુ છે. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના કાનૂની દસ્તાવેજ પર કરાર થયો હતો.
સમારકામ ટેકનિકલ માણસોને બદલે સ્થાનિક ફેબ્રિકેટરને અપાયું
ચાર્જશીટ મુજબ અકસ્માત સમયે 400થી વધુ લોકોને પુલ પાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ ટેકનિકલ માણસોને બદલે સ્થાનિક ફેબ્રિકેટરને સોંપવામાં આવ્યું હતું. પોતાના અંગત લાભ માટે ઓરેવા કંપનીએ સમય પહેલા લોકો માટે બ્રિજ શરૂ કરી દીધો હતો. દુર્ઘટના બાદ ઓરેવા ગ્રૂપે બચાવ કાર્યમાં સહકાર આપ્યો ન હતો, તે પણ ચાર્જશીટમાં નોંધવામાં આવ્યું છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
(વિથ ઈનપુટ: રાજેશ આંબલિયા)
ADVERTISEMENT