ગુજરાતમાં વધુ એક પેપરલીક કાંડ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA, BCOM સેમ-5ના પેપર થયા લીક

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાજકોટઃ ગુજરાતમાં ફરીથી પેપરલીક કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સૌરાષ્ટ્ર યૂનિવર્સિટીમાં ફરી એકવાર પેપર લીક થતા વિવાદોનું એપિસેન્ટર બની ગયું છે. અહીં B.COM અને BBA સેમિસ્ટર-5નું પેપર લીક થયું છે. જોકે આ દરમિયાન BBAનું પેપર લીક થઈ જતા રાતો રાત યૂનિવર્સિટીએ આને બદલી દીધું હતું જેથી આ સ્ટ્રીમના વિદ્યાર્થીઓની પરીક્ષા આજે યોગ્ય સમયે લેવાશે. પરંતુ BCOMની પરીક્ષા આજે લેવાશે નહીં જેની નવી તારીખ હજુ સુધી બહાર પાડવામાં આવી નથી.

વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિયમો પ્રમાણે એક દિવસ પહેલા પેપરોને કેન્દ્રો પર મોકલવાના નિર્ણયથી આવી ઘટના બનતી હોવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે આવા પેપર લીક થતા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. જોકે આ દરમિયાન પોલીસે પરીક્ષા નિયામક નિલેષ સોની સાથે રાતોરાત પૂછપરછ કરી હતી.

પરીક્ષા નિયામકે કહ્યું…
પેપર લીક મુદ્દે પરીક્ષા નિયામક નિલેશ સોનીએ કહ્યું કે હવે ભવિષ્યમાં અમે હાર્ડ કોપી બંધ કરી દેવા પર ભાર આપીશું. ત્યારપછી અમે માત્ર સોફ્ટ કોપી એ પણ પાસવર્ડ પ્રોટેક્ટેડ ફાઈલ સાથે પ્રિન્સિપાલને મેઈલ કરી દઈશું. આનાથી પેપર લીક થવાની ઘટના પર વિરામ મૂકી શકાશે. ઉલ્લેખનીય છે કે તેમણે જણાવ્યું કે યૂનિવર્સિટીના અધિકારીઓ હવે પોલીસ ફરિયાદ કરશે અને આમાં જેની પણ સંડોવણી હશે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે એની ખાતરી પણ આપી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT