Breaking: અમરેલી પીપાવાવ પોર્ટ પર NCBનું સર્ચ ઓપરેશન, કન્ટેનરમાં ડ્રગ્સની શંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમરેલીઃ અમરેલીના પીપાવાવ પોર્ટમાં એનસીબીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. મળી રહેલી માહિતી અનુસાર દવાની આડસમાં ડ્રગ્સ આવ્યું હોવાની એનસીબીને શંકા છે. શંકાના આધારે એનસીબીએ અહીં તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. એનસીબી અહીં ફોરેન્સિક નિષ્ણાંતોની ટીમ સાથે પહોંચી છે. કારણ કે એનસીબીને શંકા છે કે 1 કન્ટેનરમાં દવાઓની આડસમાં ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.

ગરમીની આગાહી સાંભળીને તમારા રૂંવાડા બળી જશે, ભયાનક ચેતવણીથી સરકાર પણ ચિંતિત

દવાની આડમાં ડ્રગ્સ?
અમરેલીના પીપાવાવ પોર્ટ ખાતે એનસીબી (નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો) દ્વારા મોટું સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. એનસીબીને શંકા છે એક કંટેનનર પર અને એનસીબીએ ફોરેન્સિક નિષ્ણાંતોનની ટીમ સાથે અહીં તપાસ શરૂ કરી છે. એનસીબીને શંકા છે આ કન્ટેનરમાં દવાની આડમાં ડ્રગ્સ લાવવામાં આવ્યું હોઈ શકે છે. એનસીબી ટીમ દ્વારા અહીં જીણવટ ભરી રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જોકે હજુ એનસીબીને ડ્રગ્સ છે કે કેમ તે સત્તાવાર જાણકારી મળી નથી. તેથી તપાસ થઈ રહી છે.

અમરેલીના ખેડૂતની કરુણાતિકાઃ 250 મણ ઘઉં કર્યા, 4 મહિના મહેનત કરી ક્ષણોમાં GETCOના પાપે સળગી ગયો પાક

NCB સાથે SOGની ટીમ પણ જોડાઈ
અગાઉ પણ ડ્રગ્સ ઝડપાયું હોવાની એનસીબી હાલ વધુ સતર્ક છે. એનસીબી દ્વારા 900 જેટલા બોક્સમાં દવાઓ અને ડ્રગ્સ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ફોરેન્સિક ટીમ ઉપરાંત અમરેલી એસઓજી પણ તપાસમાં સાથે જોડાયું છે. વિદેશથી આવેલા આ એક કન્ટેનરમાં ડ્રગ્સ હોવાની તંત્રને શંકા છે. જોકે આગામી સમયમાં તેની સત્તાવાર વિગતો સામે આવશે.

ADVERTISEMENT

(ઈનપુટઃ હિરેન રાવિયા, અમરેલી)

    follow whatsapp

    ADVERTISEMENT