Amreli મોતિયા કાંડ મામલે એક્શન, ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 ડોક્ટરોના લાયસન્સ કર્યા સસ્પેન્ડ
Amreli News: અમરેલી સિવિલ હોસ્પિટલના મોતિયા કાંડમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
અમરેલી અંધાપાકાંડમાં ડોક્ટરો પર કાર્યવાહી
ગુજરાત મેડિકલ કાઉન્સિલે 3 ડોક્ટરોને કર્યા સસ્પેન્ડ
સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી આવી હતી સામે
Amreli News: અમરેલી સિવિલ હોસ્પિટલના મોતિયા કાંડમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલી સિવિલ હોસ્પિટલમાં સર્જાયેલા અંધાપાકાંડ મામલે ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલના 3 ડોક્ટરોના 6-6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અમરેલી સિવિલ હોસ્પિટલના ડો. પૂજા પરીખ, ડો. અંકિતા મોઢવાણી, ડો. આર.એમ. જીતીયા સામે કાર્યવાહી કરવામાં આવી છે.
ગુજરાત મેડિકલ કાઉન્સિલનું એક્શન
અમરેલી સિવિલમાં અંદાજે 21 જેટલા આંખના દર્દીઓની દ્રષ્ટિને અસર થયા બાદ હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડોક્ટરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અમરેલીની સિવિલ હોસ્પિટલના આંખના સર્જન ડો.પૂજા પરીખનું 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. તો ડો.અંકિતા મોઢવાણીનું પણ 6 મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ કરાયું છે. આ ઉપરાંત અમરેલી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આર.એમ.જીતિયાને 6 મહિના માટે હોદ્દા પરથી દૂર કરાયા છે. આ સાથે જ સરકારે શાંતાબેન હરિભાઈ ગજેરા ચેરીટેબલ ટ્રસ્ટ પર કાર્યવાહી કરવાની સૂચના આપી છે.
શું છે સમગ્ર મામલો?
અમરેલીની સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી હતી. હોસ્પિટલની બેદરકારીના કારણે મોતિયાના ઓપરેશન બાદ દર્દીઓની દ્રષ્ટિને અસર થઈ હતી. અંદાજે 21 જેટલા દર્દીઓને ઓપરેશન બાદ અસર જોવા મળી હતી. આ ઘટના બાદ દર્દીઓને અન્ય શહેરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે ફરિયાદ ઉઠતાં રાજ્ય સરકાર દ્વારા તપાસ અર્થે ‘તજજ્ઞોની સમિતિ’ બનાવાઈ હતી. તપાસ સમિતિના અહેવાલમાં પણ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી હતી.
ADVERTISEMENT
સુપરિન્ટેન્ડેન્ટે કર્યો હતો બચાવ
આ સમગ્ર ઘટનામાં હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ.આર.એમ જીતિયાએ હોસ્પિટલ અને ઓપરેશન કરનાર ડોક્ટરોનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમારા હોસ્પિટલના આંખની સારવાર માટેના વિભાગમાં મોતિયાની સારવાર મેળવ્યા બાદ આઠ-દસ લોકોને આંખમાં સોજાની સમસ્યા થઈ હતી.
તેઓેએ કહ્યું હતું કે, આ સમસ્યાનું કારણ એ હતું કે દર્દીઓને જ્યારે ફોલોઅપ માટે બોલાવ્યા તેમાંથી કેટલાક સમયસર ન આવ્યા અને આ સમસ્યા થઈ. જે સમયસર આવ્યા તેઓ સાજા થઈ ગયા છે. ત્યારે હવે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા અમરેલી સિવિલ હોસ્પિટલના 3 ડોક્ટરોના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
ઈનપુટઃ ફારુક કાદરી, અમરેલી
ADVERTISEMENT
ADVERTISEMENT