Gujarat News 28 February LIVE: ધાનેરાના પૂર્વ MLA જોઈતા પટેલે કોંગ્રેસને કર્યા રામરામ, ભાવનગરના નગરસેવક સહિત 5 સામે ફરિયાદ
Gujarat News 28 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 28 February LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:31 PM • 28 Feb 2024ભાવનગરના નગરસેવક અને તેમના બે પુત્રો સહિત 5 સામે ફરિયાદ
ભાવનગર શહેરમાં ભાજપના નગરસેવક અને તેમના બે પુત્ર સહિત કુલ પાંચ લોકો સામે મારામારી અને એક્રોસિટીનો ગુનો નોંધાયો છે. ભાજપના કોર્પોરેટર અને તેના બે પુત્રો સાથે મળી કુંભારવાડા વણકર વાસ વિસ્તારમાં ધમાલ કરી માર માર્યો હોવાની નોંધાઈ ફરિયાદ છે. ભાવનગર કુંભારવાડા વોર્ડ-2ના ભાજપના કોર્પોરેટર બાબુ મેર તેમજ તેના બે પુત્રો વિશાલ મેર અને પંકજ મેર સહિત પાંચ સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થતાં તમામ ફરાર થઈ ચૂક્યા છે. ગત મોડી રાત્રીના સમયે ધમાલ થઈ હતી, જેમાં બે ફોરવીલ કાર અને ટુ-વ્હીલર બાઇકને તોડવામાં આવી હતી
- 04:27 PM • 28 Feb 2024હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદરે રાજીનામા પર કરી સ્પષ્ટતા
મેં રાજીનામું નથી આપ્યું, અમે પાંચ વર્ષ સુધી સરકાર ચલાવીશું, ભારતીય જનતા પાર્ટી જનાદેશને કચડવાનો પ્રયાસ કરી રહી છે: હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર
- 12:33 PM • 28 Feb 2024લોકસભાની ચૂંટણી પહેલા જ ધાનેરા કોંગ્રેસમાં ભડકો
ગુજરાત કોંગ્રેસને લોકસભાની ચૂંટણી પહેલા સતત ઝટકા લાગી રહ્યા છે. ગઈકાલે નારણ રાઠવાએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકો ભાજપમાં જોડાયા છે. તો હવે બનાસકાંઠામાંથી કોંગ્રેસને ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે પ્રદેશ પ્રમુખને રાજીનામું મોકલ્યું છે. જોકે, તેમના રાજીનામા પાછળનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
- 09:53 AM • 28 Feb 2024ઈરાની બોટમાંથી ઝડપાયો 3100 કિલો ડ્ર્ગ્સનો જથ્થો
ગુજરાતના દરિયા કિનારેથી વધુ એક વખત મોટા જ્થ્થામાં ડ્રગ્સ ઝડપાયું છે. Gujarat ATS, Indian Navy અને Coast Guard ના સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી લેવામાં એજન્સીને સફળતા મળી છે. પોરબંદરના મધદરિયેથી 3 હજાર કિલોથી વધારેનો ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવાયો છે. ડ્રગ્સના જથ્થા સાથે 5 ખલાસીઓને પણ ઝડપી લેવાયા છે. ઈરાની બોટમાંથી 2950 કિલો ચરસ, 160 કિલો મેથામ્ફેમાઇન અને 25 કિલોગ્રામ મોર્ફિનનો જથ્થો ઝડપાયો હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવ્યું છે. ઈરાની બોટમાંથી 5 પેડલરોને મોડી રાત્રે પોરબંદર લાવવામાં આવ્યા છે. પોરબંદરમાં ATS, NCB અને નેવી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.
- 09:50 AM • 28 Feb 2024દાંતા પંથકમાં મોડી રાતે અનુભવાયો ભૂકંપનો આંચકો
બનાસકાંઠા જિલ્લાના દાંતા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. અંબાજીથી નજીક 20 કિલોમીટર દૂર રાત્રીના 11.05 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે હળવા આંચકાનો અહેસાસ થતાં લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. મોડી રાત્રે દાંતા પંથમાં અનુભવાયેલા ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.0ની નોંધાઈ છે. તો ભૂકંપનું કેન્દ્ર બિંદુ દાંતાથી 51 કિલોમીટર દૂર નોંધાયું છે. ભૂકંપના કારણે જાનમાલને કોઈ નુકશાન થયું નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT