Gujarat News 17 March LIVE: પાલનપુરમાં પાટીદારોનું મહાસંમેલન, આ 2 રાજ્યોમાં ચૂંટણી પંચે લીધો મોટો નિર્ણય
Gujarat News 17 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 17 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:33 PM • 17 Mar 2024અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં 2 જૂને મતગણતરી થશે
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભાની ચૂંટણીના પરિણામો 4 જૂનને બદલે 2 જૂને આવશે. આ બંને રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ 2 જૂને પૂરો થઈ રહ્યો છે. જેના કારણે ચૂંટણી પંચે મતગણતરી માટે 4 જૂનની તારીખમાં ફેરફાર કર્યો છે. અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં હવે 2 જૂને મતગણતરી થશે.
Election Commission of India changes the counting schedule of Arunachal Pradesh and Sikkim from June 4 to June 2. pic.twitter.com/t53RwnCth5
— ANI (@ANI) March 17, 2024 - 03:07 PM • 17 Mar 2024ભૂપેશ બઘેલ સામે નોંધાઈ ફરિયાદ
છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની સામે મહાદેવ એપ મામલે રાયપુરની આર્થિક અપરાધ શાખાએ કેસ નોંધ્યો છે. મહાદેવ એપ કૌભાંડ મામલે ભૂપેશ બઘેલ અને 21 લોકો સામે FIR નોંધાઈ છે. તેઓની સામે આઈપીસીની કલમ 120B, 34, 406, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભૂપેશ બઘેલ અને અન્ય 21 લોકો વિરુદ્ધ 4 માર્ચે કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરી શકે છે.
- 02:14 PM • 17 Mar 2024કાવી અને ઉચ્છદ ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા
જંબુસર તાલુકામા કાવી અને ઉચ્છદ ગામના સરપંચને સસ્પેન્ડ કરાયા છે. એક દિવસમાં બે ગ્રામપંચાયતના સરપંચ જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કરતા ખળભળાટ મચી ગયો છે. ઉચ્છદ ગામના સરપંચને ગ્રામપંચાયતમાં ઉંચાપતને લઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે કાવી ગામના સરપંચને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરાયા છે છે.
- 09:38 AM • 17 Mar 2024તો ભાજપના પટ્ટા પહેરી લેજોઃ ગુલાબસિંહ રાજૂપત
બનાસકાંઠાના દિયોદર તાલુકાના કોતરવાડા ગામે ગેનીબેન ઠાકોરની જાહેર સભા યોજાઈ હતી. બનાસકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારની જાહેર સભામાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત ભાન ભૂલ્યા હતા. તેઓએ જાહેરસભામાં મંચ પરથી કહ્યું હતું કે, ઘણા બધા પોલીસના લોકો વાવમાં હોય થરાદમાં હોય લોકોને દબાવવાની કોશિશ કરી રહ્યા છે, એટલો બધો પ્રેમ હોય તો ભાજપના પટ્ટા પહેરી લેજો. જે દિવસે ગેનીબેન જીત્યા એ દિવસે ભાજપના પટ્ટા પણ ઉતરાવી દેશે.
- 09:36 AM • 17 Mar 2024વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો
ગુજરાત યુનિવર્સિટીના એ બ્લોકના કેમ્પસમાં વિદેશી અફગાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના વિધાર્થી ઉપર હુમલાના સમાચાર સામે આવ્યા છે. જેમાં 4 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર મામલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓને રક્ષણ આપવાની રજૂઆત પોલીસ કમિશનરને કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT