Gujarat News 04 March LIVE: રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ, અર્જુન મોઢવાડિયા આપી શકે છે રાજીનામું
Gujarat News 04 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
ADVERTISEMENT
Gujarat News 04 March LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.
लाइव-ब्लॉग समाप्त हुया।
- 04:42 PM • 04 Mar 2024પાલીતાણા નગરપાલિકા કર્મચારીઓનો વિરોધ
ભાવનગર જિલ્લાના પાલીતાણા નગરપાલિકા કર્મચારીઓના અનિયમિત પગાર મામલે આજે નગરપાલિકામાં ફરજ બજાવતા 200થી વધુ કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું. પાલીતાણા નગરપાલિકા વહીવટ છેલ્લા ઘણા સમયથી કથળી ગયો છે, ત્યારે પાલીતાણા નગરપાલિકામાં ફરજ બજાવતા 200થી વધુ કર્મચારીઓનો પગાર અનિયમિત થતો હોય જેને લઈને આજે વિરોધ પ્રદર્શન અને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું,
- 02:27 PM • 04 Mar 2024અર્જુન મોઢવાડિયા કોંગ્રેસને કહેશે અલવિદાઃ સૂત્રો
Loksabha Election 2024: લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. રાજુલાના પૂર્વ ધારસભ્ય અને સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અંબરીશ ડેેરે કોંગ્રસમાંથી રાજીનામું આપી દીધું છે. અંબરીશ ડેરના કોંગ્રેસના છોડવાના સમાચાર વચ્ચે હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે તેવી માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે.
- 12:33 PM • 04 Mar 2024પેટ કમિન્સ સનરાઈઝર્સ હૈદરાબાદનો નવો કેપ્ટન
IPL 2016ની વિનર ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાનો કેપ્ટન બદલ્યો છે. આઈપીએલ 2023માં આ ટીમની કપ્તાની સાઉથ આફ્રિકાના ખેલાડી એઈડન માર્કરામે કરી હતી. પરંતુ હવે આ ખેલાડી પાસેથી જવાબદારી પરત લેવામાં આવી છે અને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી પેટ કમિન્સના હાથમાં ટીમની કમાન સોંપવામાં આવી છે.
- 12:10 PM • 04 Mar 2024અમરીશ ડેર અને સી.આર પાટીલની મુલાકાત
Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણી આવી રહી છે એવામાં સાથે પક્ષપલટાની પણ મોસમ ખીલી હોય તેવું લાગી રહ્યું છે. સૂત્રો પરથી મળતી જાણકારી અનુસાર કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી શકે છે. રાજુલાના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર પણ હવે કોંગ્રેસ છોડી શકે છે. આજે સવારે અમદાવાદમાં અમરીશ ડેર અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલની મુલાકાત થઈ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં અમરીશ ડેરનું ભાજપમાં જોડાવવાનું નક્કી થઈ ગયું છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. એવું કહેવામાં આવે છે કે 24 કલાકમાં આ મામલે મોટી જાહેરાત થઈ શકે છે.
- 09:52 AM • 04 Mar 2024ચીફ ઓફિસરની બદલીથી સ્થાનિકો નાખુશ
સાપુતારા ચીફ ઓફિસર ચિંતન વૈષ્ણવની ભાવનગર બદલી થતાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, સ્થાનિકોએ બદલી ઓર્ડર રદ કરાવવા માટે આંદોલન શરૂ કર્યું છે. સાપુતારા નવાગામના ગ્રામજનોએ ચીફ ઓફિસરની બદલી રદ ન કરવામાં આવતા સાપુતારા બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે સાપુતારા ખાતે તમામ લારી ગલ્લા બંધ રહેશે.
- 09:51 AM • 04 Mar 2024નડિયાદમાં ભયાનક અકસ્માત, 2ના મોત
નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ટ્રક અને લાકડા ભરેલ ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા છે. વસો પોલીસે ટ્રેકટરમાં સવાર બન્ને મૃતક વ્યક્તિઓ ક્યાં ના છે તેની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, નડિયાદ પીજ ચોકડી બ્રિજ પાસે ટ્રેક્ટરને પાછળથી ટ્રક ચાલકે ટક્કર મારતાં લાકડા ભરેલ ટ્રેકટર હાઈવે પર પલ્ટી મારી ગયું હતું. આ અક્સ્માતની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, હાઈવે પેટ્રોલિંગની ટીમ અને વસો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અક્સ્માત થતાં જ ટ્રક ડ્રાઈવર હાઈવે પર ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ટ્રેક્ટરના ડ્રાઈવર અને ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT