लाइव

Gujarat News 01 March LIVE: ભરૂચ લોકસભા બેઠક પર મોટો ખેલ થવાના એંધાણ!, મહેશ વસાવાએ CR પાટીલ સાથે કરી મુલાકાત

ADVERTISEMENT

live news
લાઈવ ન્યૂઝ
social share
google news

Gujarat News 01 March LIVE Updates:  ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 05:50 PM • 01 Mar 2024
    મહેશ વસાવા અને સી.આર પાટીલની મુલાકાત

    દેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને 𝗕.𝗧.𝗣 ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ સી.આર પાટીલ સાથે કરી મુલાકાત. આજે મહેશ વસાવાએ તેમની ટીમની સાથે સુરત ખાતે સી.આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસોમાં સંમેલન કરીને તેઓ ભાજપમાં જોડાશે. 

  • 05:45 PM • 01 Mar 2024
    ગુજરાતના મંત્રીઓ જશે અયોધ્યા

    ઉત્તર પ્રદેશના અયોધ્યાના રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થઈ ગયા છે. રામલલ્લાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો અયોધ્યા જઈ રહ્યા છે, ત્યારે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમંત્રી મંડળના મંત્રીઓ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને પુરુષાર્થથી અયોધ્યામાં નિર્માણ થયેલા ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન રામલલ્લાના દર્શન માટે શનિવાર તા.2 માર્ચે અયોધ્યા જશે.

  • 03:51 PM • 01 Mar 2024
    રિડેવલપમેન્ટની વહીવટી ફી અને ચાર્જમાં રાહત

    રાજ્યના હાઉસિંગ બોર્ડના જુના આવાસોના રિ-ડેવલપમેન્ટને વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ જન હિતકારી નિર્ણયો લીધા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસૂલવામાં આવતી ટ્રાન્સફર ફી, વહીવટી ચાર્જ અને અન અધિકૃત બાંધકામની વપરાશ ફી ની રકમમાં મકાન ધારકોને રાહત આપવામાં આવી છે.

  • 03:08 PM • 01 Mar 2024
    જામનગરમાં વિદેશી મહેમાનોનો જમાવડો

    જામનગરમાં દેશના સૌથી ધનિક બિઝનેસ મેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની આજથી શરૂ થઈ ગઈ છે. જામનગરમાં આ પ્રી-વેડિંગ સેરેમની માટે દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ મોટા બિઝનેસમેન અને સ્ટાર્સ પહોંચી રહ્યા છે. આજે જામનગરમાં USના પૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ આવી પહોંચી હતી. ક્રિકેટર સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, ઝહીર ખાન તથા તેમની પત્ની, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહિતના સેલેબ્રિટી પહોંચ્યા હતા. આ ઉપરાંત રાશિદ ખાન, ડ્વેન બ્રાવો પણ જામનગર આવી પહોંચ્યા હતા. તો MS ધોની અને પંડ્યા બ્રધર્સ જામનગર આવવા રવાના થઈ ગયા છે.

  • ADVERTISEMENT

  • 03:06 PM • 01 Mar 2024
    સુરેન્દ્રનગરમાં શિક્ષણ વિભાગની ધોર બેદરકારી આવી સામે

    સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસતડી ગામે ધોરણ 9 મહિના શાળામાં ધોરણ નવમાં અભ્યાસ કરતા કિશોરનું મોત થયું છે. શાળામાં આવેલ પાણીની મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગતા વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત થયું છે. જે બાદ શાળામાં બાળકને કોણે મોટર ચાલું કરવાનું કામ સોપ્યું તેના પર સવાલો ઉઠ્યા છે.ત  પરિવારમાં શોકની સાથે આક્રોશ જોવા મળી રહ્યો છે. 
     

  • 03:02 PM • 01 Mar 2024
    બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે  ઉષ્માભર્યું સ્વાગત કરાયુ

    નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. બિલ ગેટસનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી  જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલક  મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી  ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ,સહિત  ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

  • ADVERTISEMENT

  • 10:21 AM • 01 Mar 2024
    ત્રિશુળ ચોકમાં કાર ચાલકે રાહદારીને અડફેટે લીધા

    રાજકોટ શહેરના સહકાર રોડ પર આવેલા ત્રિશુળ ચોકમાં અકસ્માત સર્જાયો હતો. પુરપાટ ઝડપે આવતી કારના ચાલકે સ્ટિંયરિંગ પર કાબૂ ગુમાવતા એક મોટરસાયકલ અને એક રાહદારીને અડફેટે લીધા હતા. જેમાં એક વુદ્ધ અને બે વિધાર્થીઓને ઈજા પહોંચી હતી. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે આવ્યા છે. 
     

  • 10:20 AM • 01 Mar 2024
    ભાવનગરમાં મોડી રાતે પડ્યો વરસાદ

    હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંતની આગાહી સાચી પડી છે. ગઈકાલ સાંજથી જ રાજ્યના મોટાભાગના વિસ્તારોના વાતવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળોની સાથે જ ક્યાંય વરસાદી છાંટા પડ્યા હતા. તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગઈકાલે મોડી રાતે ભાવનગર જિલ્લાના ઘોઘા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો હચો. ભારે પવન સાથે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. ભાવગરના મોરચંદ, છાયા, રતનપર, ગુંદી, કોળિયાક, બાડી, પડવા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અચાનક વરસાદ વરસી પડતા અનેક પ્રકારના ખેતપાકોને વ્યાપક નુકસાન થઈ શકે છે. વરસાદ વરસતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. 
     

follow whatsapp

ADVERTISEMENT