ગુજરાતમાં ફરી પડશે માવઠુંઃ ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોના જીવ પડીકે બંધાયા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Weather Update: ગુજરાતમાં ઠંડીનો બરાબરનો માહોલ જામ્યો છે. અમદાવાદ સહિત ગુજરાતના વિભિન્ન શહેરોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીનું જોર વધવાથી ખેડૂતઆલમમાં આનંદ જોવા મળી રહ્યો છે. કેમ કે આ વધતી ઠંડીથી ખેડૂતોના રવિ પાકને લાભ થાય છે. જોકે, ખેડૂતોની આ ખુશી લાંબા સમય સુધી રહેવાની નથી. કારણ કે હવામાન વિભાગ દ્વારા ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 8થી 10 જાન્યુઆરી સુધી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આગાહી છે.

8થી 10 તારીખે વરસાદની આગાહી

માવઠાને લઈને આગાહી કરતા હવામાન વિભાગે જણાવ્યું છે કે, અરબ સાગરમાં આવેલા ટ્રફના કારણે ગુજરાતમાં 8થી 10 તારીખે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં 8 અને 9 જાન્યુઆરીએ વરસાદ વરસી શકે છે. તો 10 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠું પડી શકે છે.

આ વિસ્તારોમાં પડી શકે છે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આઠમી તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. 9 તારીખે રાજકોટ, જૂનાગઢ, અમરેલી તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને મધ્ય ગુજરાતના દાહોદમાં પણ સામાન્ય વરસાદ થઈ શકે છે. 10મી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠામાં છૂટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા વધારે છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT