ગુજરાત હાઈકોર્ટના વકીલો હડતાળ પર ઉતર્યા, જસ્ટિસ નિખિલની બદલીના વિરોધમાં પગલું ભર્યું
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના દરેક વકીલો અત્યારે હડતાળ પર ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કેરિયલની બદલીના વિરોધમાં અત્યારે આ પ્રમાણે હડતાળ…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના દરેક વકીલો અત્યારે હડતાળ પર ઉતરી ગયા છે. ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટના જજ જસ્ટીસ નિખિલ કેરિયલની બદલીના વિરોધમાં અત્યારે આ પ્રમાણે હડતાળ પર ઉતર્યા હોવાની માહિતી મળી રહી છે. અહીં એટલું જ નહીં વકીલો લગભગ બપોરે અઢી વાગ્યાથી કામકાજથી દૂર છે. તથા ચીફ જસ્ટિસનો રૂમ પણ અત્યારે વકીલોથી ભરાઈ ગયો હોવાની માહિતી મળી રહી છે.
જાણો હડતાળ પાછળનું કારણ…
હાઈકોર્ટના જજ જસ્ટિસ નિખિલ કેરિયલની બદલીના વિરોધમાં અત્યારે દરેક જજ હડતાળ પર ઉતરી ગયા છે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે અત્યારે ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશને એક મત થઈને હડતાળની જાહેરાત કરી હોવાનું સામે આવ્યું છે. તથા આ દરમિયાન વકીલોએ આક્ષેપ કર્યો છે કે નિષ્પક્ષ ન્યાયપાલિકાનું અત્યાર મૃત્યું થઈ ગયું છે.
અત્યારે વકીલો ચીફ જસ્ટિસની કોર્ટમાં જઈ રહ્યા છે. આ દરમિયાન બાર એસોસિએશનના નિર્ણયની જાણ ચીફ જસ્ટિસને કરવામાં આવી શકે છે. જેના પરિણામે ચીફ જસ્ટિસનો રૂમ વકીલોથી ભરાઈ ગયો છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આની સાથે વકીલોએ જણાવ્યું છે કે જ્યાં સુધી આનો યોગ્ય ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેઓ કામથી દૂર રહેશે. તથા આવતીકાલે વકીલો સવારે 10 વાગ્યે હાઈકોર્ટ પરિસરની બહાર વિરોધ માર્ચ પણ કરી શકે છે. વકીલોએ જણાવ્યું કે આ ન્યાયતંત્રની સ્વતંત્રતાનું મૃત્યુ છે કારણ કે એક પ્રામાણિક અને હિંમતવાન ન્યાયાધીશની કોઈપણ કારણ આપ્યા વિના બદલી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT