શામળાજીથી પોલીસે બે રેડમાં પકડ્યો 17 લાખનો મુદ્દામાલઃ 31 ડિસેમ્બર પહેલા બુટલેગરોની તૈયારી ફેલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અરવલ્લીઃ નાતાલ, 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની પાર્ટીઓ અને ઉજવણીનો માહોલ થવાનો છે તે નક્કી છે. જોકે જ્યાં હાલમાં એક તરફ કોરોનાનો ભય છે ત્યાં બીજી તરફ તંત્ર માટે આ દિવસોમાં નશાનો કારોબાર ધમધમે નહીં તેની પણ તકેદારી રાખવાની છે. અરવલ્લીના દારુ માટેના સિલ્ક રૂટ ગણાતા શામળાજીના વિવિધ રસ્તાઓને લઈને સતત તંત્ર એલર્ટ પર છે ત્યારે પોલીસે શામળાજીના અણસોલ ચેક પોસ્ટ પરથી 11 લાખનો મુદ્દામાલ અને બીજી એક રેડમાં શામળાજી પોલીસે અમદાવાદના પતિ પત્નીને 6 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. બંને રેડમાં આરોપીઓ દારુનો જથ્થો લઈ ગુજરાતમાં પ્રવેશવાના પ્રયત્નો કરી રહ્યા હતા. જોકે બુટલેગરોને માલ ભરવા મળે તે પહેલા જ પોલીસે આખા પ્લાનીંગ પર પાણી ફેરવી દીધું છે. પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રથમ ઘટના
વાત કરીએ તો શામળાજીના અસોલ ચેક પોસ્ટ પરથી આજે પોલીસે એક ટ્રકમાંથી ચપ્પલોના પાર્સલની આડસમાં વિદેશી દારુનો જથ્થો લઈ જતો ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રકમાં તપાસ કરી તો તેમાં ચપ્પલોના પાર્સલની આડસ વચ્ચે કુલ વિદેશી દારુની 1044 બોટલ મળી આવી હતી. જેની અંદાજીત બજાર કિંમત 5,06,040 થવા જતી હતી. પોલીસે ટ્રક સહિતનો મુદ્દા માલ મળી કુલ રૂપિયા 11,10,040ની મત્તા જપ્ત કરી હતી. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ પણ કરી હતી.

ADVERTISEMENT

બીજી ઘટના
બીજી ઘટનામાં શામળાજી પોલીસે અંગ્રેજી દારુ કારમાં ભરીને ગુજરાતમાં પ્રવેશવા માગતા એક દંપતિને ઝડપી પાડ્યું હતું. અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતું આ દંપતિ અંગ્રેજી દારુ કારમાં મોટી માત્રામાં ભરીને આવી રહ્યું હતું. પોલીસે કારમાંથી કુલ 504 જેટલી બોટલ વિદેશી દારુની જપ્ત કરી હતી. સાથે જ અંગ્રેજી દારુ ઉપરાંત કાર પણ જપ્ત કરી કુલ રૂપિયા 6,02,880નો મુદ્દામાંલ જપ્ત કર્યો હતો. પોલીસે જ્યારે પુછપરછ કરી ત્યારે અમદાવાદના આ દંપતીએ પોતાનું નામ જીતેન્દ્ર ધોબી અન તેની પત્ની સુસ્મિતા ધોબી હોવાનું કહ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT