ગેરકાયદેસર બાંધકામોને નિયમિત કરવાની સમયમર્યાદા વધુ 4 મહિના લંબાવાશે, સરકાર લાવશે સુધારા વિધેયક
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે લાવવામાં આવેલા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે અધિનિયમ 2022 લાગુ કરાયો હતો. 17મી ઓક્ટોબર…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર કરવા માટે લાવવામાં આવેલા ગુજરાત અનઅધિકૃત વિકાસને નિયમિત કરવા માટે અધિનિયમ 2022 લાગુ કરાયો હતો. 17મી ઓક્ટોબર 2022થી 4 મહિના માટે લાગુ કરાયેલું આ વિધેયક 16 ફેબ્રુઆરી 2023ના રોજ સમાપ્ત થઈ ગયું હતું. ત્યારે રાજ્ય સરકારે આ વિધેયકમાં સુધારો કરીને તેને વધુ 4 મહિના માટે લંબાવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા 17મી ઓક્ટોબરથી ઈમ્પેક્ટ ફીના કાયદામાં કલમ 5માં પેટા-કલમ(2) ઉમેરીને નવી કલમ દાખલ કરશે. જે બાદ અનધિકૃત વિકાસને નિયમિત કરવા માટેનું સુધારા વિધેયક રજૂ કરાશે. જેમાં રાજ્યમાં મ્યુનિ. કોર્પોરેશન વિસ્તારો, નગરપાલિકા વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામોને ઈમ્પેક્ટ ફી ભરીને કાયદેસર કરી શકશે.
શા માટે અધિનિયમમાં સુધારો કરવો પડ્યો?
રાજ્ય સરકાર દ્વારા અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા કાયદો અમલમાં મૂકાયા બાદ રાજ્યમાં ચૂંટણી આચારસંહિતા આવી જતા આદર્શ આચારસંહિતા લાગુ પાડવામાં આવી હતી. મુદત દરમિયાન અનધિકૃત વિકાસને નિયમિત કરવા ઘણી અરજીઓ મળી હતી. ત્યારે આટલા ઓછા સમયમાં તે તમામ અરજીઓનો નિકાલ થઈ શક્યો નથી એવામાં સુધારા વિધેયક રજૂ કરીને બિનઅધિકૃત બાંધકામને કાયદેસર કરવા માટે વધુ 4 મહિનાનો સમય નાગરિકોને આપવામાં આવશે.
ADVERTISEMENT
કોણ-કોણ કરી શકશે અરજી?
આ મુજબ નોટિસ આપવામાં ન આવી હોય તેવા કોઈપણ બિનઅધિકૃત બાંધકામને નિયમિત કરવા માલિક કે કબજો ધરાવનારી વ્યક્તિ સત્તાધિકારી સમક્ષ અરજી કરી શકશે. પરંતુ એક કરતા વધુ માલિકો અને કબજો ધરાવનારા લોકો હોય તેવા કિસ્સામાં તમામે સંયુક્ત અરજી કરવાની રહેશે. આ અરજીની તપાસ કરવાની સત્તા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સરકાર દ્વારા નિમાયેલા ખાસ અધિકારી છે.
ADVERTISEMENT