ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, ધૂળિયા-તૂટેલા રોડને ચકાચક કરવા રૂ.508 કરોડ ફાળવ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સીઝન દરમિયાન પડેલા ભારે વરસાદને પગલે ખરાબ રોડ-રસ્તાથી વાહન ચાલકો ત્રસ્ત થઈ ગયા હતા. એવામાં હવે રાજ્ય સરકારે રોડના રિસરફેસીંગ કામો માટે રૂ. 508 કરોડની ફાળવવા માર્ગ-મકાન વિભાગને લીલીઝંડી આપી દીધી છે.

756 કિમીના 98 રસ્તાના રિસરફેસીંગના કામને મંંજૂરી
રાજ્યમાં ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે અસર થયેલા 98 રસ્તાઓના કુલ 756 કિ.મી. લંબાઇમાં રિસરફેસીંગ કામોને માર્ગ અને મકાન વિભાગને મંજૂર કરેલી આ રકમમાંથી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારનો માર્ગ અને મકાન વિભાગ માર્ગોની સુવિધા વધુ સુદ્રઢ બનાવી સરળ અને સલામત યાતાયાત માટે વિવિધ જિલ્લાઓમાં વ્યાપક સ્તરે કામગીરી હાથ ધરી રહ્યો છે.

તદઅનુસાર, વિવિધ જિલ્લાઓમાં હાલની સ્થિતીએ કુલ 5790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ. 5986 કરોડના કામો પ્રગતિમાં છે. એટલું જ નહીં, 2763 કિ.મી લંબાઇના માર્ગો માટે રૂ.1762 કરોડના કામો ટેન્ડરીંગ પ્રક્રિયા હેઠળ છે જે ટૂંક સમયમાં શરૂ થવાના છે.

ADVERTISEMENT

સપ્ટેમ્બરની શરૂઆતમાં જ રસ્તાના સમારકાના આદેશ અપાયા હતા
નોંધનીય છે કે, રાજ્યમાં ખરાબ રસ્તા મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ રસ્તાના સમારકામ માટે અધિકારીઓને આદેશ કર્યો હતો. મુખ્યમંત્રીએ યુદ્ધના ધોરણે રસ્તાના રિપેરિંગ તથા રિસર્ફેસીંગની કામગીરી કરવા સૂચન કર્યું હતું. જેમાં નવરાત્રી સુધીમાં તમામ રસ્તાઓની કામગીરી પૂરી કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો હતો

    follow whatsapp

    ADVERTISEMENT