ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતીમાં કર્યા મોટા ફેરફાર, જાણો નવા નિયમ
Goverment Announced New Exam Structure : સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીના નિયમો…
ADVERTISEMENT
Goverment Announced New Exam Structure : સરકારી નોકરીની તૈયારી કરતાં યુવાનો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીના નિયમો બદલી નાખવામાં આવ્યા છે. ગુજરાત સરકારે રાજ્યમાં વર્ગ-3 ની ભરતી માટે પરીક્ષાનું નવું માળખું જાહેર કર્યું છે.
વર્ગ-3ની ભરતી માટે એક મહત્વપૂર્ણ નિણર્ય
રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે એક મહત્વપૂર્ણ નિણર્ય લીધો છે જેના અંતર્ગત હવે જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાશે. અગાઉ આ પરીક્ષા અલગ અલગ યોજાતી હતી. જ્યારે હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવાશે. આજ રોજ સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
ADVERTISEMENT
કેવી રીતે યોજાશે પરીક્ષા
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વર્ગ-3ની ભરતી માટે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી જેના પરિણામ બાદ સીધી ભરતી ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. જોકે હવે સરકારે તેમાં થોડો ચેન્જ કર્યા છે. તેમ હવે ગ્રુપ A અને ગ્રુપ B વિભાગ પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રૂપ Aમાં ATDO, Sub register, Nayab chitnis, Office superintendent, Revenue clerk,Samaj klyan અને Head clerk જે એક જ mcq બેઝ હતી તેમાં હવે મેન્સ પરીક્ષા લેવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT