ચૂંટણીની જાહેરાત પહેલા સરકારની વધુ એક જાહેરાત, હોમગાર્ડ અને GRD જવાનોના પગારમાં કર્યો વધારો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: ગુજરાતમાં આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. આ પહેલા સરકાર દ્વારા છેલ્લે છેલ્લે હોમગાર્ડ અને GRD જવાનોને મોટી ભેટ આપવામાં આવી છે. આજે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ હોલમાં હોમગાર્ડ જવાનોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત હતા. તેમણે આ જવાનોના વેતનમાં વધારાની જાહેરાત કરી છે.

હોમગાર્ડ અને GRD જવાનોના પગાર કેટલો વધ્યો?
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમ ગાર્ડ અને GRD જવાનોના વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી છે. જે મુજબ હોમ ગાર્ડ જવાનોનું દૈનિક વેતન રૂ.300થી વધારીને રૂ.450 કરવામાં આવ્યું છે. આવી જ રીતે GRD જવાનોનું વેતન પણ રૂ.200થી વધારીને રૂ.300 કરવામાં આવ્યું છે. આમ આ જવાનોના દૈનિક ભથ્થામાં વધારો કરવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ચૂંટણીની તારીખો જાહેર થતા પહેલા સરકારની જાહેરાત
આ પગાર વધારો 1 નવેમ્બર 2022ના રોજથી ગણાશે. આ માટે સરકારની તિજોરી પર વર્ષે રૂ. 195 કરોડનું ભારણ વધશે. નોંધનીય છે કે, આજે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ છે. જેમાં તેઓ ગુજરાત વિધાસનભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ ગુજરાતમાં આચારસંહિતા લાગુ થઈ જશે. જે બાદ સરકાર કોઈ જાહેરાત કરી શકે નહીં. એવામાં સરકારે અમુક કલાકો પહેલા જ હોમ ગાર્ડ અને GRD જવાનોનો પગાર વધારી દીધો છે.

ADVERTISEMENT

આ અંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, GRD અને હોમગાર્ડના વેતનમાં કરાયેલો સુધારો 1લી નવેમ્બર 2022થી લાગુ પડશે.

(વિથ ઈનપુટ: દુર્ગેશ મહેતા)

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT