ગુજરાતમાં ચૂંટણી હોય કે પછી રશિયા-યુક્રેન યુદ્ધ, PM મોદીનું માર્ગદર્શન માગી રહ્યા છે દિગ્ગજો!

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાર્થ વ્યાસ/અમદાવાદઃ વડાપ્રધાન મોદી અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી, ભારત દેશના વિકાસને લગતા મહત્ત્વપૂર્ણ કાર્યો તથા વિદેશના ઘણા ચર્ચિત મુદ્દાઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. નરેન્દ્ર મોદી પોતાના કાર્યકાળ દરમિયાન દેશ વિદેશમાં પોતાની આગવી ઓળખ સ્થાપિત કરવામાં સફળ રહ્યા છે. અત્યારે વિદેશના હોય કે પછી ભારત અથવા ગુજરાતના મુદ્દાઓ…નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મોટા મોટા નિર્ણયો લેવામાં માગવામાં આવી રહ્યું છે. તેનું વધુ એક ઉદાહરણ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા મુદ્દે આવ્યું છે. UNમાં મેક્સિકોના વિદેશ મંત્રીએ જણાવ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધને કોઈ રોકી શકે એમ હોય તો એ નરેન્દ્ર મોદી છે. તેવામાં હવે ગુજરાતમાં ચૂંટણીના ત્રિપાંખિયા જંગમાં ભાજપને જીત આપાવવાની હોય કે પછી અન્ય ભારત દેશના વિકાસના કાર્યો….દરેકમાં નરેન્દ્ર મોદીના માર્ગદર્શનનું ઘણુ મહત્ત્વ હોય એવું જોવા મળી રહ્યું છે.

મેક્સિકોએ UNને રશિયા-યુક્રેન યુદ્ધને રોકવા માટે એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. સમિતિમાં રશિયા અને યુક્રેન વચ્ચે સ્થાયી શાંતિ માટે મધ્યસ્થી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પોપ ફ્રાન્સિસ અને સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસનો સમાવેશ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ન્યુયોર્કમાં યુક્રેન પર યુએન સુરક્ષા પરિષદની ચર્ચામાં આ ઠરાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ મેક્સિકોના વિદેશ મંત્રી માર્સેલો લુઈસ એબ્રાર્ડ કાસાબોન દ્વારા આગળ મૂકવામાં આવ્યો હતો. આની સાથે કાસાબોને શાંતિ સ્થાપિત રહે એની રજૂઆત પણ કરી હતી.

ADVERTISEMENT

PM મોદીએ પુતિનને કહ્યું- અત્યારનો યુગ યુદ્ધ કરવાનો નથી
PTIના જણાવ્યા પ્રમાણે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં 22મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠક દરમિયાન વડાપ્રધાન મોદી અને પુતિન વચ્ચે મુલાકાત થઈ હતી. જેમાં નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે પુતિનને કહ્યું હતું કે અત્યારનો યુગ યુદ્ધનો નથી. તેવામાં PM મોદીનું આ નિવેદન દેશ વિદેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું. USA, ફ્રાન્સ અને UK દ્વારા વડાપ્રધાન મોદીની આ ટિપ્પણીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેદ્ર મોદીનું મહત્ત્વ…
અત્યારે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે. તેવામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કારણે રાજ્યની અંદર ત્રિપાંખીયો ચૂંટણીનો જંગ જામ્યો છે. AAPની આક્રમક રણનીતિ સામે અત્યારે ભાજપ પોતાનો ગઢ બચાવવા માટે સતત કાર્યરત છે. તેવામાં નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન અને તેમની લોકપ્રિયતા આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ખુબ જ મહત્ત્વપૂર્ણ રહેશે.

ADVERTISEMENT

નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપમાં કમલમ ખાતે અચાનક બેઠકો પણ બોલાવી હતી. તેમણે ચૂંટણીલક્ષી પાર્ટીના કાર્યોનું માર્ગદર્શન કરવાની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે પણ ખાસ ચર્ચાઓ કરી હતી. તેવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન ભાજપને ગુજરાતનો ગઢ જીતવામાં સૌથી વધુ મદદ કરી શકે એમ લાગી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT