ગુજરાતમાં ચૂંટણી પહેલા આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો ગરમાયો, બીરસા મુંડા ભવનનો ઘેરાવ કરવાની તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/ નર્મદાઃ ગુજરાતમાં અત્યારે ઠેર ઠેર ચૂંટણી પહેલા આંદોલનો ચાલી રહ્યા છે. પરંતુ અત્યારે જે મુદ્દો ગરમાયો છે એ મૂળ આદિવાસીઓ અને બોગલ આદિવાસી સર્ટિફિકેટ ધારકોનો મુદ્દો ગરમાયો છે. કારણ કે અત્યારે બોગસ આદિવાસી હટાવો કમિટિ બનાવવામાં આવી છે. જે નકલી આદિવાસીઓને લાભ ન મળે એ મુદ્દે આંદોલન શરૂ કર્યું છે. આ મુદ્દે અત્યારે આદિવાસી સંગઠનના મોટાભાગના નેતાઓ જોડાયેલા છે, જેમાં રાજકીય પાર્ટીઓના આદિવાસી નેતાઓ અંદર અથવા બહારથી જોડાયેલા છે.

બોગસ આદિવાસી હટાવો સમિતિ બનાવાઈ
આ દરમિયાન આદિવાસીઓ દ્વારા બોગસ આદિવાસી હટાવો સમિતિ બનાવવામાં આવી છે. 26 સપ્ટેમ્બર સોમવારે ગાંધીનગરમાં આ સમિતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે અને 29 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં સ્થિત બિરસા મુંડા ભવનને ઘેરાવો કરવાની જાહેરાત પણ કરી છે.

બોગસ આદિવાસી હટાઓ સમિતિમાં મોટાભાગના લોકો જોડાયા
અત્યારે મૂળ આદિવાસીઓ અને બોગસ આદિવાસીઓનો મુદ્દો ગરમાયેલો છે. તેમનો આક્ષેપ છે કે અત્યારે એક એવો સમાજ પણ છે તેમને આદિવાસી સમાજનું સર્ટિફિકેટ મળ્યું છે, જેમનો દૂરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. જેને દૂર કરવા માટે આ આંદોલન થઈ રહ્યું છે.

ADVERTISEMENT

આ અંગે ભાજપના સાંસદ મનસુખ વસાવા, ભાજપ સરકારના પૂર્વ મંત્રી ગણપત વસાવા અને બિટીપીના છોટૂ વસાવા સહિત ઘણા નેતાઓએ આ મુદ્દે સવાલ ઉઠાવ્યો હતો. ખાસ કરીને ભારતીય ટ્રાઈબલ પાર્ટીએ આ મુદ્દો પણ ઘણો ગરમાયો છે. બીજી બાજુ ગુજરાત સરકારે આ મુદ્દે એક ખાસ કમિટિ પણ બનાવી છે, જે આદિવાસીઓને મળેલા નકલી પ્રમાણપત્રની તપાસ કરી રહી છે.

ખોટા આદિવાસી પ્રમાણપત્રનો વિવાદ વકર્યો
એક મોટો આદિવાસીઓનો સમૂહ છે જે ખોટા આદિવાસી પ્રમાણપત્ર વાળા છે તે મૂળ આદિવાસીઓનો હક પડાવી રહ્યા છે. આ મુદ્દે જ અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે. જો આને રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠકોમાંથી 40 બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ ઘણું વધારે જોવા મળી રહ્યું છે. તેવામાં ગુજરાતના જાણીતા લોકગાયકે એક વીડિયો વાઈરલ કરી જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ગિર, આલેજ વિસ્તારમાં રહેનારા ચારણ, રબારી, ગઢવી જેમને સરકારે 1956માં અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો છે. આ દરમિયાન વિગત દર્શક કાર્ડનો મુદ્દો પણ ઉઠ્યો છે.

ADVERTISEMENT

બીજી બાજુ આદિવાસી સંગઠને મુદ્દો ઉઠાવ્યો છે કે અમે મૂળ આદિવાસી છે પરંતુ અમારો હક્ક છિનવી લેવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.

ADVERTISEMENT

આ મુદ્દો ઘણો સેન્સિટિવ છે
ગુજરાત સરકારને પણ જાણ છે કે આ મુદ્દો ઘણો સેન્સિટિવ છે. જેથી તેઓ પણ સમજી વિચારીને આ અંગે ડગલું આગળ વધારી રહ્યા છે. પરંતુ ચૂંટણી પહેલા ફરીથી આ મુદ્દો ગરમાયો છે. આ દરમિયાન આદિવાસી સંગઠનોએ સરકારને લેખિતમાં કહ્યું કે રબારી, ભરવાડ અને ચારણ સમાજને બક્ષીપંચમાં સામેલ કરવા જોઈએ. બોગસ આદિવાસી પ્રમાણ પત્રોને રદ કરવા જોઈએ. આની સાથે આવા બોગસ સર્ટિફિકેટ આપનારાઓ સામે કાર્યવાહી કરવા પણ માગ કરાઈ છે. આ તમામ પાસાઓ પર નજર કરીએ તો ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ફરીથી બોગસ આદિવાસી પ્રમાણપત્રનો મુદ્દો ગરમાયો છે. જેનાથી કોઈપણ પાર્ટી મોઢુ ફેરવી શકે એમ લાગતું નથી.

    follow whatsapp

    ADVERTISEMENT