Gujarat Election 2022: રાધનપુરના મતદારો અલ્પેશ ઠાકોરની ‘ફરી પરણવાની’ ઈચ્છા પુરી કરશે? કે પછી…

ADVERTISEMENT

gujarattak
social share
google news

Gujarat Election 2022: ગુજરાતમાં ચૂંટણીના પડઘણ વાગી રહ્યા છે. ત્યારે ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ મૂરતિયાઓને નક્કી કરવામાં મથામણ કરી રહી છે. ગુજરાતની રાધનપુર બેઠકની વાત કરીએ તો આ સીટ પર આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ ભારે રસપ્રદ રહેશે. પાટણ જિલ્લાનો ભાગ રહેલી ઉત્તર ગુજરાતની આ બેઠક પર હંમેશા ઠાકોર સમાજનો દબદબો રહ્યો છે. હાલમાં કોંગ્રેસના રઘુ દેસાઈ આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય છે.

2017માં શું ગણીત હતું
રાધનપુર બેઠક પરથી વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડ્યા હતા અને તેમણે ભાજપના લવિંગજી ઠાકોરને હરાવી આ બેઠક જીતી પણ હતી. પરંતુ લીલી પેનથી સહી કરવાના અભરખાના પગલે તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ હતા આ બેઠક ખાલી પડી હતી. જે બાદ 2019માં તેના પર પેટાચૂંટણી યોજાઈ હતી. તેમાં ભાજપમાંથી લડેલા અલ્પેશ ઠાકોરનો પરાજય થયો હતો અને કોંગ્રેસમાંથી જ રઘુ દેસાઈ જીત્યા હતા. એટલે હાલમાં આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ છે.

રાધનપુર વિધાનસભા હાલ શા માટે ચર્ચામાં
રાધનપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવામાં મુદ્દે ભાજપમાં જ આ વખતે અંદરો અંદર વિખવાદ જોવા મળી રહ્યો છે. એક બાજુ અલ્પેશ ઠાકોર જાહેરમંચ પર આ બેઠકથી ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી ચૂક્યા છે, બીજી બાજુ ભાજપના સ્થાનિક આગેવાનોની ઈચ્છા છે કે સ્થાનિક નેતાને જ અહીંથી ચૂંટણી લડવા માટે ટિકિટ અપાય. આમ નહીં થવા પર તેમણે ઉમેદવારને જ હરાવવાની ચીમકી ઉચ્ચારી છે. જ્યારે પાટીલ પણ તાજેતરમાં અહીંથી અલ્પેશ ઠાકોર જ ચૂંટણી લડશે તેવો સંકેત આપી ચૂક્યા છે એવામાં ભાજપમાં ભડકો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

ADVERTISEMENT

અત્યાર સુધી કયા પક્ષનું પલડું રહ્યું ભારે
અત્યાર સુધી રાધનપુરની બેઠકની વાત કરીએ તો અહીંના મતદારોએ ચાર ટર્મ સુધી ભાજપને વોટ આપ્યા બાદ 2017 અને ત્યારબાદ 2019માં કોંગ્રેસને મત આપ્યા હતા. વર્ષ 1998થી 2012 સુધી આ બેઠક પરથી ભાજપના શંકર ચૌધરી ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2012માં ભાજપના નાગરજી ઠાકોર જીત્યા હતા. 1997માં આરજેપીમાંથી શંકરસિંહ વાઘેલા, 1995માં આઈએનડીમાંથી લવિંગજી સોલંકી, 1990માં જેડીમાંથી ટી. મુલાની હિંમતલાલ આ બેઠક પરથી ચૂંટણી જીતી ચૂક્યા છે.

આ વખતે કોણ હોઇ શકે છે સંભવિત ઉમેદવાર
રાધનપુર બેઠક પર આ વખતે ભાજપમાંથી સંભવિત અલ્પેશ ઠાકોરને ટિકિટ આપવામાં આવી શકે છે. તાજેતરમાં જ બનાસકાંઠામાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર લડવાના છે તેવા સંકેત આપ્યા હતા. બીજી તરફ કોંગ્રેસ પોતાના વર્તમાન ધારાસભ્ય રઘુ દેસાઈને રિપીટ કરી શકે છે. એવામાં આમ આદમી પાર્ટી અહીંથી કોને ઉતારે છે તેના પર ખાસ નજર રહેશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT