પબુભાના પ્રભુત્વવાળી દ્વારકા બેઠક અને ઉમેદવારી વિવાદો ચર્ચિત, ભાજપ માટે નવી રણનીતિનો પડકાર; શું કોંગ્રેસ-AAP ફાવી જશે?

ADVERTISEMENT

gujarattak
social share
google news

દ્વારકા વિધાનસભા બેઠકઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના જંગમાં ભાજપ, કોંગ્રેસની સાથે હવે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી લીધી છે. તેવામાં હવે આપણે આજે એ બેઠકની વાત કરવા જઈ રહ્યા છે, જે એક નેતાનો ગઢ બનીને રહી છે. આ ગઢમાં હજુ સુધી ગાબડુ પાડવું ઘણું મુશ્કેલ છે. 2022 ચૂંટણીમાં દ્વારકા બેઠકની વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જેમાં પભુભા માણેકનું એટલું શાનદાર પ્રભુત્વ રહ્યું છે કે તેઓ ભાજપ અને કોંગ્રસના બેનર હેઠળ તો ચૂંટણી જીત્યા છે. પરંતુ જ્યારે અપક્ષથી લડ્યા ત્યારે પણ વિજેતા થયા છે.

માહિતીઃ

  • દ્વારકા બેઠકનો સમાવેશ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થાય છે.
  • દ્વારકા ગુજરાતની સૌથી પહેલી રાજધાની માનવામાં આવે છે.
  • સંસ્કૃતમાં આનો અર્થ સ્વર્ગનું પ્રવેશદ્વાર થાય છે.
  • અહીં રૂક્મણી દેવી મંદિર, ગોમતી ઘાટ સહિત પ્રાચીન મંદિરો આવેલા છે.આ બેઠકનું ધાર્મિક દ્રષ્ટિએ જોવા જઈએ તો મહત્ત્વ ઘણુ વધારે છે.

ક્ષેત્રઃ

ADVERTISEMENT

  • દ્વારકા બેઠક જામનગર જિલ્લા અને ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી વિધાનસભા બેઠક છે.
  • જામનગરનો તે સંસદીય અને લોકસભા મતવિસ્તાર છે.
  • ઉલ્લેખનીય છે કે દ્વારકામાં કુલ 261861 મતદારો છે, જેમાંથી પુરુષોની સંખ્યા 136604 છે. જ્યારે 125252 મહિલાઓ અને 5 અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
  • મતદાનની વાત કરીએ તો દ્વારકામાં વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન 58.88% મતદાન નોંધાયું હતું.

જાતિગત સમીકરણોઃ

  • દ્વારકા બેઠક પર હિન્દુઓની સંખ્યા 84.65% છે જ્યારે મુસ્લિમોની સંખ્યા 15% સુધી છે.
  • આ બેઠક પર જોવા જઈએ તો મુખ્યત્વે સવર્ણોનો દબદબો રહ્યો છે.
  • દ્વારકા બેઠક પર અનુસુચિત જાતિ 6.78% અને અનુસુચિત જનજાતિ 1.2% છે.

અહીં પાર્ટી નહીં નેતાનું પ્રભુત્વ વધુ…
છેલ્લા ત્રણ દાયકાની વાત કરીએ તો દ્વારકા બેઠક પર પાર્ટી કરતા વધારે એક નેતાનું પ્રભુત્વ રહેલું છે, જેમનું નામ છે પબુભા માણેક. તેમની લોકપ્રિયતા એટલી વધારે છે કે કોઈપણ પાર્ટીના બેનર હેઠળ લડે કે પછી બેનર વિના જીત તો માત્ર એમની જ નિશ્ચિત છે. ઉલ્લેખનીય છે કે તેઓ આ બેઠક પર અપક્ષ તરીકે પણ જીત્યા છે. જ્યારે બીજી બાજુ નજર કરીએ તો પબુભા કોંગ્રેસમાંથી જીત્યા છે જ્યારે ભાજપથી ચૂંટાઈ આવ્યા છે. તેવામાં છેલ્લા ત્રણ દાયકાથી તેમનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. આ એક એવી બેઠક છે જેમાં છેલ્લા 30 વર્ષથી પબુભા માણેક કોંગ્રેસ, ભાજપ કે અપક્ષ એમ ત્રણેયમાં વિજયી થઈ આવ્યા છે.

ADVERTISEMENT

2017 વિધાનસભા ચૂંટણી
પબુભા માણેકને આ ચૂંટણીમાં 73431 મત મળ્યા હતા, જ્યારે એની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 વોટ મળતા હારનો સામનો કરવો પડ્યો છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં પણ સ્પષ્ટપણે પબુભાનો જ વિજય થાય એમ લાગી રહ્યું હતું. તેવામાં 2017માં ભાજપના નેતા પબુભા ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જેમની સામે કોંગ્રેસના ધારાસભ્ય મેરામણ આહિર મેદાનમાં હતા. જોકે એપ્રિલ 2019માં ગુજરાત હાઈકોર્ટે 2017માં દ્વારકા બેઠક પર થયેલી ચૂંટણીને રદ કરી નાખી હતી.

ADVERTISEMENT

વિવાદમાં રહી આ વિધાનસભા બેઠક
ઉલ્લેખનીય છે કે 2019માં હાઈકોર્ટે પબુભા માણેકનું આવેદન પત્ર અધૂરૂ હોવાનું જણાવી ચૂંટણી રદ કરી દીધી હતી. આ દરમિયાન તેમને ચૂંટાયેલા નથી એમ જાહેર કરી દેવાયા હતા. નોંધનીય છે કે હાઈકોર્ટે દ્વારકા બેઠકની ચૂંટણીને રદ તો કરી દીધી પરંતુ આહિરને ચૂંટાયેલા જાહેર કર્યા નહોતા.

પબુભાની લીગલ ટીમે કમરકસી
પબુભાની લીગલ ટીમે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમને સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવા માટે 4 સપ્તાહ સુધીનો સમય આપવામાં આવે. ત્યાં સુધી આ ચુકાદાને મોકુફ રાખવા જણાવાયું. પરંતુ હાઈકોર્ટે ગેરલાયક ઠેરવીને ચુકાદો મોકુફ રાખ્યો નહોતો. વળી સુપ્રિમ કોર્ટ જ્યાં સુધી ચુકાદો ન આપે ત્યાં સુધી પબુભા ગેરલાયક ઠરેલા રહ્યા હતા. જોકે સુપ્રિમ કોર્ટે પબુભા માણેકને ગેરલાયક ઠેરવતા ચુકાદા સામે સ્ટે નહોતો આપ્યો. જેથી લઈને 2022 વિધાનસભા બેઠકની પરિસ્થિતિ અસમંજસમાં મુકાઈ ગઈ હતી.

ભાજપ માટે પડકાર, અન્ય પાર્ટી માટે ફાયદો
હવે પબુભા માણેક ગેરલાયક ઠેરવાતા ભાજપ માટે કપરી સ્થિતિ ઉભી થઈ ગઈ છે. તેવામાં એમના જેવા નેતા પસંદ કરવા અને બીજો વિકલ્પ લાવવો મહેનત ભર્યો રહ્યો છે. જોકે હવે આ બેઠક પર કોનુ પલડુ ભારે છે હવે આની માહિતી તો સમય જ આપશે.

    follow whatsapp

    ADVERTISEMENT