આજે ગુજરાતની વિધાનસભા ચૂંટણી જાહેર નહીં થવાની ચર્ચા વેગવંતી, જાણો અન્ય શક્યતાઓ વિશે વિગતવાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ જોરશોરથી પ્રચાર કરતા આવ્યા છે. આ દરમિયાન શુક્રવારે ઈલેક્શન કમિશન બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહ્યું છે. ત્યારે પહેલા એવી શક્યતાઓ જણાઈ રહી હતી કે ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે. પરંતુ નિષ્ણાંતોના મત તથા રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે દિવાળી પછી ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. જ્યારે આજે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય એવી પ્રબળ શક્યતાઓ જોવા મળી રહી છે.

આજે ગુજરાતની ચૂંટણી કેમ જાહેર નહીં થાય?
ગુજરાતની વિધાનસભા ચૂંટણી અંગે આજે જાહેરાત થશે કે નહીં એ મુદ્દે કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. પરંતુ રિપોર્ટ્સ અને નિષ્ણાતોના મતે અત્યારે ગુજરાતની વિધાનસભા ચૂંટણીની જાહેરાત નહીં થાય એવી શક્યાતા છે. માત્ર હિમાચલ પ્રદેશની ચૂંટણી અંગે જાહેરાત થઈ શકે એવા અનુમાન લગાવાઈ રહ્યા છે.

રિપોર્ટ્સમાં જણાવ્યા પ્રમાણે ડિફેન્સ એક્સપોનું આયોજન 20થી 22 ઓક્ટોબર વચ્ચે થશે. તથા હજુ પણ ગુજરાતમાં ઘણા સરકારી કાર્યક્રમો બાકી રહ્યા છે. તેવામાં હવે વડાપ્રધાન મોદી પણ ડિફેન્સ એક્સપોમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આવા સંજોગોમાં નિષ્ણાતોના મતે તથા રિપોર્ટ્સના આધારે ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત આજે ઈલેક્શન કમિશન નહી કરે એવી શક્યાતા છે. જોકે આ માત્ર અટકળો છે અને ધારણાઓ છે, ગુજરાત તક આ અંગે કોઈ પુષ્ટિ નથી આપતું. અહીં ચૂંટણીને ચાલી રહેલી અટકળો અને ધારણો વિશે માહિતી આપવામાં આવી છે.

ADVERTISEMENT

ગુજરાતની ગત વિધાનસભા ચૂંટણના સમીકરણો પર નજર કરીએ..
ગુજરાતમાં વિધાનસભાનો કાર્યકાળ ડિસેમ્બર અને હિમાચલ પ્રદેશમાં નવેમ્બરમાં પૂરો થવા જઈ રહ્યો છે. તેવામાં બંને રાજ્યોમાં અત્યારે ભાજપની સરકાર છે. ગુજરાત વિધાનસભાની વાત કરીએ 2017ની ચૂંટણીમાં 182 બેઠકોમાંથી 99 પર ભાજપે જીત દાખવી હતી. જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. તેવામાં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા. જોકે 2021 સપ્ટેમ્બરમાં રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા હતા.

  • 2017માં ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત 25 ઓક્ટોબરના દિવસે જાહેર થઈ હતી.
  • જેમાં 2 તબક્કામાં ચૂંટણીનું આયોજન કરાયું હતું. જેનું ફેઝ-1નું મતદાન 9 ડિસેમ્બર 2017ના રોજ કરાયું હતું. આમાં 89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લાઓમાં મતદાન થયું હતું.
  • બીજા તબક્કાની ચૂંટણીનું આયોજન 14 ડિસેમ્બરે કરાયું હતું. જેમાં 93 વિધાનસભા બેઠક પર 14 જિલ્લાઓમાં મતદાન થયું હતું.
  • ગુજરાતમાં બહુમત માટે 92 બેઠકો જીતવી જરૂરી છે.

હિમાચલની ગત વિધાનસભા ચૂંટણીના સમીકરણો પર નજર કરીએ…
9 નવેમ્બર 2017માં હિમાચલ વિધાનસભાની 68 બેઠકો માટે વોટિંગ થઈ હતી. જેમાંથી ભાજપે 44 બેઠકો જીતી લીધી હતી, જ્યારે કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT