ગુજરાતની વિધાનસભા ચૂંટણી પર તમામ સર્વેમાં કોંગ્રેસના હાલ બેહાલ, AAPને કેટલી સીટ મળી?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન સાંજે 5 વાગ્યે પૂર્ણ થયું. બીજા તબક્કાની 93 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 62 ટકા જેટલું મતદાન થયું છે. જોકે મતદાનની પ્રક્રિયા બાદ જુદા જુદા એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે. અત્યારે Zee, Republic P-MARQ, TV9 Bharatvarsh, ABP અને JAN KI BAAT-INDIA Newsના એક્ઝિટ પોલ સામે આવી રહ્યા છે, ત્યારે આવો જાણીએ તમામ એક્ઝિટ પોલમાં ભાજપ, કોંગ્રેસ અને AAPને કેટલી સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

Zee Exit Poll
Zeeના એક્ઝિટ પોલ મુજબ ગુજરાતમાં આ વખતે ફરીથી ભાજપની જ સરકાર બની રહી છે. ભારતીય જનતા પાર્ટીને 182માંથી 110-125 વચ્ચે સીટ મળી રહી છે. જ્યારે કોંગ્રેસને 45-60 જેટલી સીટો મળી રહી છે, આમ આદમી પાર્ટીને 1થી 5 વચ્ચે સીટ મળી રહી છે અને અન્યના ફાળે 0થી 4 જેટલી સીટ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

Republic P-MARQનો એક્ઝિટ પોલ
Republic P-MARQનો એક્ઝિટ પોલ મુજબ, ભારતીય જનતા પાર્ટીને 2022ની વિધાનસભા ચૂંટણીમાં 128-148 વચ્ચે સીટ આવવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 30થી 42 વચ્ચે સીટ આવી શકે છે અને આમ આદમી પાર્ટીને 2થી 10 વચ્ચે સીટ મળી રહી છે, તો અન્યના ફાળે 0થી 3 જેટલી સીટ આવી શકે છે.

ADVERTISEMENT

TV9 ભારતવર્ષનો એક્ઝિટ પોલ
ટીવી9 ભારતવર્ષના સર્વેમાં પણ ગુજરાતમાં ભાજપની સરકાર બની રહી છે. ભાજપને ગુજરાતમાં 125થી 130 સીટ મળવાનું અનુમાન છે, જ્યારે કોંગ્રેસને 40થી 50 અને આમ આદમી પાર્ટીને 3થી 5 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જ્યારે અન્યના ફાળે 3થી 7 સીટ મળી શકે છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

ABPનો એક્ઝિટ પોલ
ABP-CVoter સર્વેમાં પણ ફરીથી ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકાર બનતા દેખાઈ રહી છે. ભાજપને 134 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે કોંગ્રેસને 37 અને આમ આદમી પાર્ટીને 7 સીટ મળવાનું અનુમાન લગાવવામાં આવ્યુ છે અને અન્યના ફાળે 4 સીટ આવી શકે છે.

JAN KI BAAT – INDIA NEWS
JAN KI BAAT – INDIA NEWSના એક્ઝિટ પોલમાં ભાજપને 117થી 140 સીટ મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 34થી 51 જેટલી સીટ આવી શકે છે અને આમ આદમી પાર્ટીને 6થી 13 તથા અન્યના ફાળે 1થી 2 જેટલી જ સીટ આવવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT