Gujarat Election 2022: ડેડીયાપાડાના મતદારો વખતે કોને તક આપશે? BTP-AAP વચ્ચે જામશે રસાકસી ભર્યો જંગ
Gujarat Election 2022: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવામાં લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ અને…
ADVERTISEMENT
Gujarat Election 2022: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. ચૂંટણી પહેલા રાજકીય પાર્ટીઓ મતદારોને રીઝવવામાં લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જંપ લાવી રહી છે. એવામાં ત્રણેય પાર્ટીઓ વચ્ચે રસાકસી ભર્યો જંગ જોવા મળશે. ત્યારે નર્મદા જિલ્લાની ડેડિયાપાડા બેઠકની વાત કરીએ તો આદિવાસી પ્રભુત્વવાળી આ બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે આરક્ષિત રાખવામાં આવેલી છે.
2017માં શું ગણીત હતું
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ડેડીયાપાડાની બેઠક પરથી ભારતીય ટ્રાઈબલ પાર્ટીના મહેશ વસાવા અહીંથી જીત્યા હતા. તેમણે ભાજપના ઉમેદવાર મોતીલાલ વસાવાને 27 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા.
ડેડીયાપાડા બેઠક હાલ શા માટે ચર્ચામાં?
BTPના પ્રભુત્વવાળી આ બેઠકમાં તાજેતરમાં જ મોટો પક્ષપલટો થયો છે. જેમાં BTPમાંથી જિલ્લા પ્રમુખ સહિતના કેટલાક આગેવાનોએ આમ આદમી પાર્ટી જોઈન કરી છે. BTPના નર્મદા જિલ્લાના પ્રમુખ ચૈતર વસાવા, ડેડીયાપાડા તાલુકા પ્રમુખ દેવેન્દ્ર વસાવા તથા તાલુક પંચાયતના ઉપપ્રમુખ માધવસિંહ વસાવાએ પણ પોતાના હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું હતું. તમામ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. ચૈતર વસાવા ભારતીય ટ્રાઈબલ પાર્ટીનો વ્યાપ વધારવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવી ચૂક્યા છે. એવામાં હવે તેઓ AAPની સાથે જતા BTPને જ આગામી ચૂંટણીમાં નુકસાન થશે. ચૈતર વસાવા ડેડિયાપાડામાંથી AAPની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે, ત્યારે છોટુ વસાવાના શિષ્યો જ હવે આગામી ચૂંટણીમાં તેમની સામે ટકરાતા જોવા મળી શકે છે.
ADVERTISEMENT
અત્યાર સુધી કયા પક્ષનું પલડું રહ્યું ભારે
ડેડીયાપાડા વિધાનસભા બેઠકની વાત કરીએ તો અહીંના મતદારો 1990 બાદથી કોઈ પાર્ટીને એક કે બે ટર્મથી વધારે રિપીટ નથી કરતા એવું જોવા મળી રહ્યું છે. વર્ષ 2017માં મહેશ વસાવા BTPમાંથી અહીં જીત્યા. 2012માં મોતીલાલ વસાવા ભાજપમાંથી, 2007માં અમરસિંહ વસાવા કોંગ્રેસમાંથી, 2002માં મહેશ વસાવા જેડીયુમાંથી, 1998માં અમરસિંહ વસાવા જેડીમાંથી, 1990 તથા 1995માં મોતીલાલ વસાવા ભાજપમાંથી અહીંથી ચૂંટણી જીત્યા હતા.
આ વખતે કોણ હોઇ શકે છે સંભવિત ઉમેદવાર
ડેડીયાપાડાની આ બેઠક પરથી આ વખતે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાને ટિકિટ આપે તેવી સંભાવના છે. બીજી તરફ છોટુ વસાવાના અન્ય પુત્ર દિલિપ વસાવા પણ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે એવામાં તેઓ BTPમાંથી ડેડીયાપાડાની સીટ પરથી ઉમેદવારની નોંધાવી શકે છે. એવામાં ભાજપના ગત વખતના ઉમેદવાર ચૂંટણીમાં હાર્યા હતા ત્યારે તે ફરીથી મોતીલાલ વસાવાને ટિકિટ આપશે કે નવા ઉમેદવારને ટિકિટ આપશે તે જોવાનું રહેશે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીમાં પણ ટિકિટ માટે ભારે રસાકસી જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT