ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગ, રજૂ કર્યો વધુ એક ઠરાવ…
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ઠરાવ રજૂ કર્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગ કરી…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં સર્વસંમતિથી રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપતો ઠરાવ રજૂ કર્યો છે. જેમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગ કરી હતી. ત્યારે સોનિયા ગાંધીને સત્તા મળે એવો ઠરાવ રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસે કમર કસી લીધી છે. જેના કારણે હવે નવી ચૂંટણીલક્ષી રણનીતિ સાથે પાર્ટી મેદાનમાં ઉતરી શકે છે.
રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવા માગ
કોંગ્રેસ દ્વારા અમદાવાદ GPCCમાં ખાતે પ્રદેશ કારોબારી બેઠકનું આયોજન કરાયું છે. જેમાં મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ દરમિયાન ગુજરાત સંગઠનની રચના માટે રાષ્ટ્રીય અધ્યક્ષને સત્તા આપવા માટે ગુજરાત કોંગ્રેસે ઠરાવ રજૂ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીને રાષ્ટ્રીય પ્રમુખ બનાવવાની માગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે વિપક્ષના નેતા સુખરામ રાઠવાએ સોનિયા ગાંધીને સત્તા અપાય એવો પ્રસ્તાવ મુક્યો હતો.
ADVERTISEMENT
સર્વસંમતિથી ઠરાવ પસાર થયો
ગુજરાત કોંગ્રેસની કારોબારી બેઠકમાં હાજર તમામે આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. તેમાં દિગ્ગજ નેતાઓ પૈકી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલે પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. હવે કોંગ્રેસ પોતાની ગેરન્ટી સાથે ચૂંટણી પ્રચાર સહિત ગુજરાત ફતેહ કરવા કઈ રણનીતિ અપનાવશે એ જોવાજેવું રહેશે.
પૂર્વ સૈનિકોની લડતને કોંગ્રેસનું સમર્થન
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી. પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન. જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે. દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા, પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે.
ADVERTISEMENT
પૂર્વ સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે. પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા, પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે. પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT