Gujarat Congress: વધુ એક નેતાએ પાર્ટીને કહ્યું 'રામ રામ', માણાવદરના MLA અરવિંદ લાડાણીનું 'ના'રાજીનામું

ADVERTISEMENT

Gujarat Congress
ગુજરાત કોંગ્રેસમાં રાજીનામાની લાઈનો લાગી
social share
google news

Loksabha Election 2024: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. તે પહેલા જ ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે. એક પછી એક મોટા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો છે. અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર બાદ હવે માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. તેઓએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું છે. અરવિંદ લાડાણીના રાજીનામા બાદ હવે વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 13 થયું છે. સૌરાષ્ટ્રમાં કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતાં માત્ર એક ધારાસભ્ય વિમલ ચુડાસમા વધ્યા છે. 

અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું આપ્યું 

માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું છે. અધ્યક્ષ શંકર ચૌધરીએ રાજીનામાનો સ્વીકાર કર્યો છે. માનવામાં આવે છે કે ટૂંક સમયમાં જ તેઓ ભાજપમાં જોડાશે.  નોંધનીય છે કે, ગઈકાલે ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો, આ ભરતી મેળામાં કોંગ્રેસના એક બે નહીં પરંતુ ત્રણ દિગ્ગજોએ કેસરિયા કર્યા હતા. જેમાં અંબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા અને મુળુભાઇ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. 

પૂર્વ ધારાસભ્ય કનુ કળસરિયાની પણ ચર્ચા!

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપના પૂર્વ ધારાસભ્ય ફરી ભાજપના પ્રવાહમાં ભળે એવી શક્યતા છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાઈ શકે છે. અબરીશ ડેર, અર્જુન મોઢવાડિયા,  અરવિંદ લાડાણી  બાદ વધુ એક ગાંધીવાદી આગેવાન કોંગ્રેસને અલવિદા કરશે. 27 ઓક્ટોબર 2023ના કનુ કળસરિયાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારે લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા કનુ કળસરિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ બની છે. 

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT