ગુજરાતમાં કોંગ્રેસના બે અભેદ્ય કિલ્લા ધ્વસ્ત, 55 અને 47 વર્ષ બાદ BJPનું કમળ ખીલ્યું
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સાતમી વખત ભાજપનો કેસરીયો લહેરાતો દેખાઈ રહ્યો છે. ભાજપ 150+ સીટથી જીતતી દેખાઈ રહી છે. જોકે ભાજપના આ કેસરીયા સાગરમાં આ…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં સાતમી વખત ભાજપનો કેસરીયો લહેરાતો દેખાઈ રહ્યો છે. ભાજપ 150+ સીટથી જીતતી દેખાઈ રહી છે. જોકે ભાજપના આ કેસરીયા સાગરમાં આ વખતે કોંગ્રેસના બે મજબૂત ગઢ પણ ધ્વસ્ત થઈ ગયા છે. વર્ષોથી કોંગ્રેસના કબ્જામાં રહેલી બોરસદ અને મહુધા સીટ પર આ વખતે ભાજપનું કમળ ખીલ્યું છે.
મહુધાની સીટ પર 47 વર્ષે ભાજપનો કબ્જો
ખેડા જિલ્લાની મહુધા સીટ પર ભાજપના સંજયસિંહ મહિડા 25360 વોટના માર્જિનથી જીત્યા છે અને 35 વર્ષથી કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રજીત પરમારને હરાવી દીધા છે. મહુધા સીટ પરથી કોંગ્રેસ 1975 બાદથી ક્યારેય હારી નહોતી. જોકે 47 વર્ષ બાદ આખરે ભાજપે કોંગ્રેસનો આ કિલ્લો ધ્વસ્ત કરી નાખ્યો છે.
બોરસદમાં પણ કોંગ્રેસના ડાંડિયા ડૂલ
આવી જ રીતે આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક પર પાંચ દાયકામાં પહેલીવાર કમળનું ફૂલ ખીલ્યું છે. બોરસદ વિધાનસભામાં ભાજપના રમણભાઈ સોલંકી 91,320 વોટ મેળવ્યા છે, જ્યારે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે 80061 વોટ મેળવ્યા છે. આમ 11 હજાર જેટલા વોટથી કોંગ્રેસના ઉમેદવારને હાર મળી છે. બોરસદ વિધાનસભા સીટ 1967થી કોંગ્રેસના કબ્જામાં હતી. આ બેઠક પરથી કોંગ્રેસ 55 વર્ષ બાદ વિધાનસભાની ચૂંટણી હાર્યું છે.
ADVERTISEMENT
ઐતિહાસિક જીતથી ભાજપને સર્જ્યો રેકોર્ડ
નોંધનીય છે કે, ગુજરાતમાં વર્ષ 2017માં 77 બેઠકો મેળવનારી કોંગ્રેસ માટે 2022ની ચૂંટણીના પરિણામ કોઈ ખરાબ સપના સમાન રહ્યા છે. પાર્ટી 2017ની અડધી સીટો પણ જીતી શકી નથી. હાલમાં પણ તે 14 સીટો જીતી ચૂકી છે અને 2 સીટ પર આગળ છે. જ્યારે ભાજપ 151 સીટ જીતી ચૂક્યું છે અને 6 સીટ પર આગળ છે. જ્યારે આમ આદમી પાર્ટી 4 સીટ જીતી છે અને 1 સીટ પર હાલમાં આગળ છે.
ADVERTISEMENT